નવેમ્બર મહિનો જાગૃતિનો મહિનો છે, જે સામાન્ય રીતે દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણની મોસમની શરૂઆત દર્શાવે છે. ફેફસાંનું કેન્સર ભારતમાં ચોથું સૌથી ઘાતક કેન્સર છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર, ભારતમાં 74 માંથી 1 વ્યક્તિને તેમના જીવનમાં ક્યારેક ને ક્યારેક ફેફસાંનું કેન્સર થશે. ફેફસાંના કેન્સરના 40-50 ટકા દર્દીઓ ક્યારેય ધૂમ્રપાન કરતા નથી. દિલ્હી-એનસીઆરમાં આ પરિસ્થિતિ ખાસ કરીને ચિંતાજનક છે
સિગારેટ અને બીડી પીવાથી પુરુષોને ફેફસાના કેન્સર થવાની શક્યતા વધુ હોવા છતાં, સ્ત્રીઓને પુરુષો કરતાં પાંચ વર્ષ નાની ઉંમરે આ રોગનું નિદાન થાય છે. તાજેતરમાં લંગ ઈન્ડિયા જર્નલમાં પ્રકાશિત થયેલા એઈમ્સ કેન્સર સેન્ટર અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ ઇન્ફોર્મેટિક્સ એન્ડ રિસર્ચ ઓફ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં આ વાત બહાર આવી છે.ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં રસોઈ માટે વપરાતા ગોબર, લાકડા અને કોલસા જેવા બાયોમાસ ઇંધણના સંપર્કને સ્ત્રીઓમાં ફેફસાના કેન્સરના મુખ્ય કારણો તરીકે ઓળખવામાં આવ્યા છે.૨૦૨૨માં 1,૪૩,૦૬૩ રીપોર્ટ મામલે ભારત પાંચમાં સ્થાન પર રહ્યું. તેમાંથી સૌથી વધુ પાચન તંત્ર અને સ્તન કેન્સરના કેસ નોંધાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application