#aajkaal team
અમરેલી-જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને વરસાદી માહોલના કારણે સિગ્નલ લગાવ્યું છે, હવામાન વિભાગની આગાહીને લઈને જાફરાબદ બંદર પર લાગ્યું 1 નંબરનું સિગ્નલ અને માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીની પગલે સૌરાષ્ટ્ર પંથકમાં વરસી શકે છે વરસાદ.
ગુજરાતમાં હજી પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર તકેદારીના ભાગરૂપે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, અને માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે, દરિયો તોફાની બને તેવી શકયતાઓ સેવાઈ રહી છે. આસપાસના વિસ્તારની બોટ પણ સુરક્ષિત રીતે બંદર પર પહોંચી ગઈ છે, સમુદ્રમાં ડિપ્રેશનના કારણે ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જાફરાબાદ બંદર પર તકેદારીના ભાગરૂપે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
બંગાળની ખાડી પર આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે ચક્રવાતની ચેતવણી જાહેર કરી છે.
હવામાન વિભાગ (IMD)એ બંગાળની ખાડી પર આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે ચક્રવાતની ચેતવણી જાહેર કરી છે, જે આજથી વધુ તીવ્ર બનવાની ધારણા છે. 23 ઓક્ટોબર સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ચેતવણી જાહેર થતાં જ સ્થાનિક બંદરો ખાલી કરાવવાનું શરૂ કરી દીધું છે. IMD એ જણાવ્યું હતું કે, ચક્રવાતની અસર દક્ષિણ દ્વીપકલ્પથી પૂર્વ, ઉત્તરપૂર્વ, મધ્ય ભારત, પશ્ચિમ ભારત અને ઉત્તર ભારતમાં ફેલાશે. ચક્રવાત કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગોવા, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં અનુભવાશે.