BREAKING NEWS

આધેડનું માથું તરબૂચની જેમ ફાડી નાંખ્યુંઃ રાજકોટમાં DJ ટ્રક બેકાબૂ બનતા આતંક મચાવ્યો, બે રીક્ષા અને બેથી ત્રણ બાઈકને ઉડાડ્યા, જુઓ હૃદયદ્રાવક CCTV

  • September 20, 2026 05:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ગંભીર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. શહેરના પારેવડી ચોક વિસ્તારમાં પૂરપાટ ઝડપે દોડતા એક બેકાબૂ ડીજે ટ્રક (આઈશર ટેમ્પો) ચાલકે રસ્તા પર ભારે આતંક મચાવ્યો હતો. આ માતેલા સાંઢની જેમ દોડતા ટ્રકે માર્ગ પર ચાલી રહેલા બેથી ત્રણ બાઈક ચાલકો અને બે રીક્ષાઓને જોરદાર ટક્કર મારીને અડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં એક આધેડ વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મૃતક વ્યક્તિ ડીજે ટ્રકના ટાયરમાં આવી જતા તેમનું માથું તરબૂચ ફાટે તેમ ફાટી ગયું હતું અને માંસના લોચા બહાર નીકળી ગયા હતા. 


સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ રફતારની કેર

આ સમગ્ર ભયાનક ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેને જોઈને કોઈપણની રૂંવાડા ઊભા થઈ જાય. વાયરલ થયેલા આ સીસીટીવી વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે આ ડીજે ટ્રક બેકાબૂ બનીને કોઈ નિયંત્રણ વગર માર્ગ પર દોડી રહ્યો છે અને આગળ આવતા વાહનોને એક પછી એક કચડી નાખતો આગળ વધી રહ્યો છે. અકસ્માતની આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તંત્ર તાત્કાલિક કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને ટ્રાફિક હળવો કરી અકસ્માતગ્રસ્ત વાહનોને સાઇડમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે આ માતેલા સાંઢ જેવા ટ્રક ચાલકને પકડી લીધો હતો અને તેમના વિરુદ્ધ કાયદેસરની સખત કાર્યવાહી શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application