જૂનાગઢ એસઓજીએ સાંકળીધાર ચેક પોસ્ટ પાસે કારમાં મેંફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે જૂનાગઢનો યુવક ઝડપાઈ જવા પામ્યો છે.ડ્રગ્સનું દુષણ યુવાઓને નુકસાનકારક હોય જિલ્લ ા પોલીસ વડા દ્રારા ડ્રગ્સ મની બદીને ડામવાના આદેશ અન્વયે પોલીસ દ્રારા સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.જૂનાગઢ એસઓજીની ટીમને મળેલ બાતમીના આધારે રાજકોટ નેશનલ હાઈવે પર સાંકડી ધાર ચેકપોસ્ટ પાસે નીકળેલી કારની તલાસી લેતા કારમાંથી ૬.૨૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તથા શંકાસ્પદ પદાર્થ જથ્થો સહિત કુલ ૧૧ લાખના મુદ્દામાલ સાથે જૂનાગઢના યુવકને ઝડપી વધુ પૂછપરછ હાથ ધરી છે.એસઓજી પી.આઈ ચાવડા સહિતની ટીમે સાંકળીધાર નજીક પેટ્રોલિંગ હાથ ધરતા કાર નંબર જીજે૧૧ સી કયુ ૪૦૦૭ની તલાસી લેતા કારમાંથી ૬૨,૦૦૦ની કિંમતનો મેફેડ્રોન ડ્રગ ,૮.૬૩ ગ્રામ શંકાસ્પદ પદાર્થનો જથ્થો, વજન કાંટો, ત્રણ મોબાઈલ, .૫૧૦ રોકડ, ખાલી જીપ બેગ, પ્લાસ્ટિકની નાની ડબી સહિત કુલ ૧૧.૨ લાખના મુદ્દામાલ સાથે જૂનાગઢના હરિઓમ નગર વિસ્તારમાં રહેતા નિમેશ રમેશભાઈ ફળદુ નામના યુવકને ઝડપી લીધો હતો. પોલીસ દ્રારા ડ્રગ્સનો જથ્થો કયાંથી આવ્યો? તે મામલે યુવકની વધુ ઐંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી છે.
શીલમાં જુગાર દરોડામાં ૭૦ હજારના મુદ્દામાલ સાથે બે ઝબ્બે: ૬ ફરાર
જૂનાગઢ: શીલ પોલીસે રબારી વાસમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી જુગાર રમતા દીપકભાઈ ચુડાસમા, જીવાભાઇ કામરીયા ને૧૦ હજારની રોકડ તથા બે મોટરસાયકલ સહિત કુલ ૭૦ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન હર્ષદ ઉર્ફે હકો ભરડા, અરવિંદ મુછાળ, સંજય કામરીયા, જીતુ ભરડા અને કેશુ વાઢેર એમ ૬ શખ્સો નાસી ગયા હતા. પોલીસે નાસી ગયેલ ઈસમો ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબિલ્ડરના સગીર પુત્રને બંધક બનાવીને લુંટ ચલાવનાર ઘરઘાટી દંપતીને ૭-૭ વર્ષની સજા
May 02, 2025 02:31 PMહિરલબા જાડેજા સ્વસ્થ થતા પોલીસે ફરી હાથ ધરી પૂછપરછ
May 02, 2025 02:24 PM‘સાહેબ , અમે ઢેલનો મૃતદેહ શાક કરવા માટે લઈ જતા હતા!’
May 02, 2025 02:24 PMમજીવાણાનો યુવાન રાષ્ટ્રીયકક્ષાની બેડમીન્ટન સ્પર્ધામાં દાખવશે કૌવત
May 02, 2025 02:22 PMપોરબંદરમાં રોડમાં અડચણપ એવા ખાનગી નાના દેવસ્થાનનું મનપાએ કર્યુ ડિમોલીશન
May 02, 2025 02:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech