કોલ્ડપ્લેની ટિકિટનું ઓનલાઈન બુકિંગ શ થઈ ગયું છે. ત્યારે બંને શો મળીને ૮ લાખથી વધુ લોકો હાલ ઓનલાઇન વેઇટિંગ મમાં જોવા મળ્યા હતા. ઓનલાઇન કોલ્ડપ્લે કોન્સર્ટની ટીકિટો પિયા ૨૫૦૦ થી ૧૨,૫૦૦ સુધી વેચાણમાં મુકવામાં આવી હતી. પ્રથમ દિવસના શો માટે પાંચ લાખ અને બીજા દિવસના શો માટે ત્રણ લાખ દર્શકોનું વેઇટિંગ જોવા મળ્યું હતું.
ઘણા વખતથી ચર્ચામાં રહેલા અને આખું વિશ્વ જેની પાછળ ઘેલું થયું છે એ કોલ્ડપ્લેનો કોન્સર્ટ મુંબઇ બાદ ગુજરાતના અમદાવાદમાં યોજાવા જઈ રહ્યો છે. આગામી ૨૫ અને ૨૬ મી જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સંગીતનો ભવ્ય જલસો કરવામાં આવશે. ત્યારે આ જલસામાં જોડાવવા માટે યુવાનો તલપાપડ થયા હતા.
કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટનું આજે બપોરે ૧૨ વાગ્યાથી બુક માય શો પર ઓનલાઈન બુકિંગ શ કરી દેવામાં આવ્યું છે. જેમાં બપોરે
૧૨ વાગ્યાથી ગણતરીની મીનિટોમાં ૫ લાખથી વધારેનો આંકડો ઓનલાઇન વેઇટિંગ મમાં જોવા મળ્યો હતો.
૧૧ વાગ્યાથી ઓનલાઇન વેઇટિંગ મ શ કરી દેવામાં આવ્યું હોવા છતા આટલી લાંબી ભીડ જોવા મળી હતી. જોકે ગત વખતની જેમ આ વખતે બુક માય શો એપ્લિકેશન અને સાઇટ ક્રેશ થવાની ઘટના સામે આવી ન હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈમાં કોલ્ડપ્લેના ત્રણ શો હાઉસફુલ થઈ ગયા હતા. જેની ટિકિટો લાખોમાં બ્લેકમાં વેચાઈ હતી. એ જ રીતે હવે અમદાવાદમાં કોન્સર્ટની જાહેરાત થતાં શહેરની હોટલ્સ હાઉસફુલ થઈ જઈ શકે છે. આ શો જોવા માટે બીજા રાયના લોકો પણ આવશે. મોદી સ્ટેડિયમમાં ૧.૨૫ લાખ જેટલી કેપેસિટી હોવાથી શહેરમાં મ્યુઝિક રસિકોનું ધોડાપૂર ઊમટશે.
અમદાવાદમાં કોલ્ડપ્લેના કોન્સર્ટ માટે ઠેર–ઠેરથી લોકો હોટલોમાં રોકાશે તે હોટલોના એક દિવસના ભાડામાં જ ૧૩ ગણો વધારો જોવા મળ્યો છે. યારે કોન્સર્ટના આગળના અને પાછળના દિવસોમાં લાઇટોના ભાડામાં પણ વધારો થવાની શકયતાઓ સેવાઇ રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચીનનું અર્થતંત્ર સંકટમાં: ફેક્ટરીઓમાં સન્નાટો, બેરોજગારી વધી
May 03, 2025 02:04 PMજામનગરના દરેડ ગામમાં બનશે સૌથી મોટું પરશુરામ ધામ
May 03, 2025 01:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech