BREAKING NEWS

ફકત સમુદ્રમાં ટેન્કરોમાં ફસાયેલું ક્રુડ જ ખરીદી શકાશે

  • March 06, 2026 01:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે વૈશ્વિક ઉર્જા બજારોને સ્થિર કરવાના પ્રયાસમાં યુએસએ આ પગલું ભયુ છે. ભારતને યુનાઇટેડ સ્ટેટસ માટે એક આવશ્યક ભાગીદાર ગણાવતા, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ બેસન્ટે એક પોસ્ટમાં લખ્યું, કે રાષ્ટ્ર્રપતિ ટ્રમ્પના ઉર્જા કાર્યસૂચિના પરિણામે તેલ અને ગેસનું ઉત્પાદન સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. વૈશ્વિક બજારમાં તેલનો પ્રવાહ ચાલુ રાખવા માટે, ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ ભારતીય રિફાઇનરીઓને રશિયન તેલ ખરીદવાની મંજૂરી આપવા માટે ૩૦–દિવસની કામચલાઉ છૂટ આપી રહ્યું છે. આ ઇરાદાપૂર્વકના, ટૂંકા ગાળાના પગલાથી રશિયન સરકારને કોઈ નોંધપાત્ર નાણાકીય લાભ મળશે નહીં કારણ કે તે ફકત સમુદ્રમાં ફસાયેલા ટેન્કરોમાના તેલને ખરીદવાની જ છૂટ આપે છે


પશ્ચિમ એશિયામાં યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ દ્રારા શિપિંગ લગભગ બધં થવાના કારણે, વૈશ્વિક ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસનું સંકટ વધુ ઘેં બની રહ્યું છે. ઈરાનના બદલો લેવાના હત્પમલા બાદ, કતારમાં કતાર એનર્જીએ તેનો એલએનજી પ્લાન્ટ બધં કરવો પડો. કતાર ભારતનો સૌથી મોટો ગેસ સપ્લાયર છે.


આ દરમિયાન, અદાણી–ટોટલ ગેસે મોટા ઔધોગિક ગ્રાહકો માટે લિકિવફાઇડ નેચરલ ગેસનો ભાવ .૪૦ પ્રતિ સ્ટાન્ડર્ડ કયુબિક મીટરથી વધારીને આશરે .૧૧૯ કર્યેા છે. કંપનીએ જણાવ્યું છે કે એલેનજી પુરવઠા પર અસર પડી રહી છે. જીએઆઈએલ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે પેટ્રોનેટમાંથી તેની એલએનજી ફાળવણી બુધવારથી બધં થઈ ગઈ છે. તેલની અછતને કારણે, એમઆરપીએલને તેનું ક્રૂડ યુનિટ અને કેટલાક અન્ય યુનિટ બધં કરવા પડા હતા. એલએનજીની અછતના ગેઈલ દ્રારા પણ એલએનજીની સપ્લાયનો કાપ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્લોબલ રીઅલ–ટાઇમ ડેટા પ્રોવાઇડર કેપ્લરના મુખ્ય વિશ્લેષક (રિફાઇનિંગ અને સપ્લાય) સુમિત રિટોલિયાએ જણાવ્યું હતું કે, એલપીજીમાં પડકાર મહત્વપૂર્ણ છે કારણ કે ભારત તેની જરિયાતોના ૮૫ ટકા સુધી આયાત કરે છે. આ લગભગ બધું જ હોર્મુઝ સ્ટ્રેટમાંથી આવે છે. ભારત પાસે ક્રૂડ જેટલું એલપીજીનો વ્યૂહાત્મક ભંડાર નથી. દરમિયાન, પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકાર અન્ય દેશો સાથે સંપર્કમાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application