BREAKING NEWS

માવઠું હાથ ધોઈને પાછળ પડી ગયું... સૌરાષ્ટ્ર-કચ્છમાં 3 દિવસ ઓરેન્જ એલર્ટ, ગુજરાતના તમામ બંદર પર જોખમી સિગ્નલ લગાવાયું

  • October 29, 2025 09:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી તો કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદની શક્યતા છે. ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ, કચ્છ ,બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, મોરબી, જામનગર, રાજકોટ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ગાંધીનગર, વડોદરામાં છૂટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે, અરબસાગરમાં ડિપ્રેશનથી માવઠાની રહેશે અસર.


સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓરેન્જ એલર્ટ

આગામી વરસાદી સિસ્ટમની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળશે, જ્યાં ભારે વરસાદની સંભાવના છે. આથી, હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારો માટે 3 દિવસ માટે ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ આગામી 2 દિવસ માટે ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેનાથી શહેરી વિસ્તારોમાં પણ સામાન્ય જનજીવનને અસર થઈ શકે છે.​​​​​​​


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ 

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 136 તાલુકામાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ ડીસામાં 2.05 ઇંચ, સુત્રાપાડામાં 1.8 ઇંચ, વેરાવળમાં 1.8 ઇંચ, તાલાલામાં 1.8 ઇંચ, બાવળામાં 1.6 ઇંચ, રાધનપુર અને ધોળકામાં 1.5 ઇંચ, માંગરોળ અને વિસાવદરમાં 1.4 ઇંચ, વઢવાણ, વાલિયા, ભેસાણમાં 1.3 ઇંચ, માળીયા હાટીના અને ભચાઉમાં 1.2 ઇંચ, દાંતીવાડા, કોડીનાર અને મેંદરડામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.


માછીમારોને ચેતવણી

અતિભારે વરસાદની આગાહીની સાથે સાથે રાજ્યના અન્ય અનેક વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મોરબી, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, નર્મદા, છોટાઉદેપુરમાં વરસાદી ઝાપટાં પડવાની કે હળવો વરસાદ થવાની શક્યતા છે. આ સંભવિત ખરાબ હવામાન અને દરિયાની અશાંત સ્થિતિને ધ્યાનમાં રાખીને, આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. રાજ્યના તમામ પોર્ટ પર જોખમ સૂચવતું LC 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, જે સૂચવે છે કે પોર્ટ છોડતા જહાજોને હવામાન સંબંધી ગંભીર ચેતવણીઓ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News