BREAKING NEWS

આજકાલ ઈમ્પેક્ટ: મૂર્ગા-પેંડા ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા છૂટ્યા આદેશ, ગુંડા-માફિયાઓ પર તૂટી પડવા પણ આદેશ

  • October 31, 2025 04:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં બે દિવસ પૂર્વે મંગળવાર ની રાત્રે ત્રણ વાગ્યે હોસ્પિટલોથી ધમધમતા વિદ્યાનગર મંગળારોડ પર બે કુખ્યાત ગેંગ વચ્ચે સરા જાહેર સામસામા ફાયરિંગની ઘટનાએ સમગ્ર રાજકોટ પોલીસને પડકાર ફેંકતા હોવાના અને ગુંડાઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી થવી જોઈએ તેવા આજકાલે લખેલા અહેવાલ બાદ ખુદ પોલીસ કમિશનર આકરા પાણીએ જોવા મળ્યા હતા અને પોલીસને પડકાર ફેકનાર બંને ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાના આદેશ કરતા ગુનેગારોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો છે.


રાજકોટ માથાભારે ગુંડાઓ પોલીસની નિષ્ક્રિયતાનો લાભ ઉઠાવી બેફામ થયા હોય હત્યા સરા જાહેર મારામારી અને ફાયરિંગ ની ઘટનાએ રાજકોટ પોલીસની શાખ સામે સવાલો ઊભા કરી દીધા છે ત્યારે રાજ સરકાર અને પોલીસ નું હોવું જોઈએ નહીં કે માફિયા તેમજ ગુંડાઓ થી ગભરુ પ્રજા જો થરથર કાપતી હોય છતાં પોલીસ આવા ગુનેગારોને કાયદો અને વ્યવસ્થાની ભાન કરાવવામાં ઉણી ઊતરતી હોય તો ન્યાય પ્રજાને આપશે કોણ? તે સવાલો ખડા થયા છે.


પોલીસ હથિયાર હેઠા મૂકી દેશે તો આવા ગુનેગારો લોકોમાં પોતાના મુસલ્સ પાવર દેખાડી સમાજમાં વધુ ડર ફેલાવશે આવું ચલાવી લેવાય પણ નહી પ્રજાની પણ કઠણાઈ હોય તેમ પોલીસ તંત્ર જ્યારે પ્રજાને ન્યાય ન અપાવી શકે ત્યારે લોકોએ મત આપી નેતા બનાવેલા પ્રતિનિધિઓની પણ એટલી જ જવાબદારી હોય છે પરંતુ એક પણ રાજકીય અગ્રણી કે મંત્રીઓ આવી ગંભીર ઘટનાઓ બનવા છતાં રસ્તા પર ઉતરતા નથી કે સવાલ ઉઠાવતા નથી તે પણ દુઃખની વાત છે.


આ અહેવાલ આજકાલ સાંધ્ય દૈનિક ન્યૂઝમાં પ્રસિદ્ધ કરી પ્રજાને પરેશાન કરતા ગુંડા તત્વો સામે ગુજ્સીટોક હેઠળ કડક કાર્યવાહી થવી જોઈએ તેવા અહેવાલોનો પડઘો પડ્યો હતો અને ખુદ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા ફાયરિંગની ઘટનામાં સંડોવાયેલા એક પણ આરોપીને છોડવામાં ન આવે અને બંને કુખ્યાત ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુના દાખલ કરવા આદેશ કરવામાં આવ્યા હતા.


આ અંગે આગામી દિવસોમાં બંને પેંડા અને મુર્ગા ગેંગના સાત જેટલા આરોપી ઝડપાયા છે અને અન્ય ભૂગર્ભમાં ઉતરી ગયા છે તેની શોધખોળ શરૂ કરી છે તે ઝડપાયા બાદ આ ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુના દાખલ કરવામાં આવશે અને તમામ આરોપીઓને જેલમાં ધકેલી દેવામાં આવશે તેવું ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application