રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકા જસદણ, જેતપુર–નવાગઢ, ધોરાજી, ભાયાવદર અને ઉપલેટાની સામાન્ય ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. જેમાં જસદણ નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકોમાંથી ૨૨ બેઠક ભારતીય જનતા પાર્ટીના, પ બેઠક ભારતીય રાષ્ટ્ર્રીય કોંગ્રેસના અને ૧ બેઠક પર અપક્ષના ઉમેદવારોએ વિજય મેળવ્યો હતો. જેતપુર–નવાગઢ નગરપાલિકાના ૧૧ વોર્ડની કુલ ૪૪ બેઠકોમાંથી ૩૨ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના, ૧ બેઠક પર ભારતીય રાષ્ટ્ર્રીય કોંગ્રેસના તેમજ ૧૧ બેઠક પર અપક્ષના ઉમેદવારોએ જીત મેળવી હતી.
રાજકોટ જિલ્લાની ધોરાજી નગરપાલિકાના ૯ વોર્ડની ૩૬ બેઠકોમાંથી ૨૪ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના, ૧૨ બેઠકો પર ભારતીય રાષ્ટ્ર્રીય કોંગ્રેસના ઉમેદવારો તેમજ ભાયાવદર નગરપાલિકાના ૬ વોર્ડની ૨૪ બેઠકોમાંથી ૧૫ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના, ૯ બેઠકો પર ભારતીય રાષ્ટ્ર્રીય કોંગ્રેસના ઉમેદવારો અને ઉપલેટા નગરપાલિકાના ૯ વોર્ડની ૩૬ બેઠકોમાંથી ૨૭ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના, ૬ બેઠક ઉપર ભારતીય રાષ્ટ્ર્રીય કોંગ્રેસના, ૧ બેઠક પર ઓલ ઇન્ડિયા મજલીસ–એ–એતીહાદુલ મુસ્લિમીન પક્ષના અને ૨ બેઠક પર અપક્ષના ઉમેદવારો વિજયી થયા હતા. ઉપલેટાની વોર્ડ નંબર નવની ચૂંટણીમાં એઆઈએમઆઈએમના ઉમેદવાર ઇમરાનમિયા પીરજાદા તેના ભાજપ અને કોંગ્રેસના પ્રતિસ્પર્ધીઓને પરાજિત કરીને ચૂંટાઈ આવતા આ બાબતની રાજકારણમાં ભારે ચર્ચા થઈ રહી છે. ૨૦ વર્ષ પહેલા ઇમરાનમિયાના પિતા પણ આ વોર્ડમાંથી ચૂંટાયા હતા.
આમ, પાંચ નગરપાલિકાના કુલ ૪૨ વોર્ડની ૧૬૮ બેઠકોમાંથી ૧૨૦ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના,૩૩ બેઠક પર ભારતીય રાષ્ટ્ર્રીય કોંગ્રેસના, ૧ બેઠક પર ઓલ ઇન્ડિયા મજલીસ–એ–એતીહાદુલ મુસ્લિમીન પક્ષના અને ૧૪ બેઠક પર અપક્ષના ઉમેદવારોએ વિજય પ્રા કર્યેા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech