PGVCL નો RTI દ્વારા ખુલાસો: ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત નથી, જૂના મીટર ચાલુ હોય તો બદલવાની જરૂર નહીં
PGVCL નો RTI દ્વારા ખુલાસો: ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત નથી, જૂના મીટર ચાલુ હોય તો બદલવાની જરૂર નહીં
November 12, 2025 11:22 PM
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા રાઇટ ટુ ઇન્ફોર્મેશન (RTI) અંતર્ગત એક મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે, જે ગ્રાહકો માટે મોટા રાહતના સમાચાર છે. PGVCLના ખંભાળિયા ડિવિઝનલ ઓફિસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ઘરે-ઘરે સ્માર્ટ મીટર લગાવવાનું હાલમાં ફરજિયાત નથી અને નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ અંગે કોઈ આદેશ આપવામાં આવ્યો નથી.
કંપનીએ સ્પષ્ટતા કરી છે કે જો જૂના મીટર બરાબર કામ કરી રહ્યા હોય, તો તેને બદલીને સ્માર્ટ મીટર લગાવવું જરૂરી નથી. કેન્દ્ર કે રાજ્ય સરકારની ગાઇડલાઇનમાં પણ જૂના, ચાલુ મીટરોને બદલવાનો કોઈ હુકમ નથી. આ ખુલાસા સાથે PGVCLએ ગ્રાહકોને **'સ્માર્ટ મીટર ફરજિયાત નથી, જાગો ગ્રાહક જાગો'**ના સંદેશ સાથે જાગૃત રહેવા અનુરોધ કર્યો છે.