ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે આયોજિત ઐતિહાસિક 'સોમનાથ સ્વાભિમાન પર્વ 2026'ના બીજા દિવસે ભક્તિ અને શૌર્યના સંગમમાં સહભાગી થશે. પ્રથમ દિવસે સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા, ઓમકાર જાપ અનુષ્ઠાન અને ભવ્ય ડ્રોન-શો નિહાળ્યા બાદ, આજે બીજા દિવસે વડાપ્રધાન સોમનાથ મહાદેવના ચરણે શીશ ઝુકાવી વિશેષ પૂજા-અર્ચના કરશે. ત્યાર બાદ તેઓ સોમનાથના ઈતિહાસમાં પ્રથમવાર યોજાનારા 2 કિલોમીટર લાંબા ભવ્ય રોડ-શોમાં જોડાશે, જે શંખ સર્કલથી હમીરજી ગોહિલની પ્રતિમા સુધી યોજાશે.
આ ઐતિહાસિક સ્વાભિમાન યાત્રામાં 108 અશ્વસવાર અને 1000 જેટલા સાધુ-સંતોની પ્રેરક ઉપસ્થિતિ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહેશે. શૌર્ય અને સ્વાભિમાનના પ્રતિક સમી આ યાત્રા પૂર્ણ થયા બાદ, વડાપ્રધાન સદ્ભાવના ગ્રાઉન્ડ ખાતે પહોંચશે, જ્યાં અંદાજે 1 લાખથી વધુની જનમેદનીને સંબોધિત કરી રાષ્ટ્રના સ્વાભિમાનનો લલકાર કરશે. વડાપ્રધાનના આ કાર્યક્રમોને પગલે સમગ્ર રૂટ અને સભાસ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનું મિનિટ ટુ મિનિટ શેડ્યુલ
૧૧ જાન્યુઆરી
૯–૪૫ સોમનાથમાં દર્શન અને પૂજા
૧૦–૨૫ શોભા યાત્રા (રોડ શો)
૧૧–૦૦ સભાને સંબોધન
૧૨–૧૦ સોમનાથ હેલિપેડથી રાજકોટ રવાના
૧–૩૦ રાજકોટ મારવાડી યુનિ.માં કાર્યક્રમ
૩–૫૫ રાજકોટ હેલિપેડથી અમદાવાદ રવાના
૫–૦૦ સાબરમતી આશ્રમની મુલાકાત
૬–૩૦ ગાંધીનગર રાજભવન (રાત્રિવાસ)
૧૨ જાન્યુઆરી
૮–૨૫ અમદાવાદ સાબરમતી આશ્રમ
૯–૦૦ સાબરમતી રિવરફ્રન્ટ
૯–૪૦ જૂની હાઇકોર્ટ મેટ્રો સ્ટેશનથી મહાત્મા મંદિર સુધી મુસાફરી.
૧૦–૫૫ મહાત્મા મંદિર કાર્યક્રમ
૧૧–૦૦ ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીના ચાન્સેલર સાથે મુલાકાત
૨–૩૦ અમદાવાદ એરપોર્ટથી દિલ્હી રવાન