સોમનાથમાં પીએમ મોદીની જંગી સભા યોજાઈ હતી. જેમાં મોદીએ જણાવ્યું હતું કે, ગઝનવીથી ઔરંગઝેબ સુધી બધા માનતા હતા કે તેમની તલવાર સનાતન સોમનાથ પર જીતી રહી છે પણ એમને નહોતી ખબર સોમનાથના નામમાં જ સોમ એટલે અમૃત જોડાયેલું છે
સોમનાથ સભામાં પીએમ મોદીનું સંબોધન, વાંચો પોઈન્ટમાં
સ્વયં દેવાધિદેવ મહાદેવ અને બીજી તરફ વિશાળ દરિયાની લહેરો આ દિવ્ય વાતાવરણમાં આપ સૌ ભક્તોની હાજરી આ અવસરને દિવ્ય અને ભવ્ય બનાવી રહી છે. જેને હું પોતાનું બહુ જ મોટું સૌભાગ્ય માનું છું.
72 કલાક સુધી સતત ઓમકારનો નાદ, મંત્રોચ્ચાર ચાલી રહ્યો છે, ગઈકાલે સાંજે 1000 ડ્રોન દ્વારા સોમનાથનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આજે શૌર્યયાત્રા યોજાઈ હતી.
ગૌરવ છે, ગરિમા છે, આમાં છે વૈભવની વિરાસત, અનુભ, આનંદ છે, દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ પણ છે.
મારી સાથે બોલો- 'ૐ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ'
1000 વર્ષ પહેલા મહાદેવ માટે આપણા પૂર્વજોએ જાનની બાજી લગાવી દીધી હતી. હાલ સોમનાથ મહાદેવના મંદિરના શીખર પણ લહેરાય રહેલી ધજા એ સાબિત કરે છે કે પ્રભાસ પાટણના કણ કણમાં શૌર્ય છે.
સંસ્કૃતિ માટે કેટલાય લોકોએ પ્રાણની આહુતિ આપી છે. હું એ વિરાંગનાઓને નમન કરૂ છું કે, જેઓએ દેવાધિદેવ મહાદેવ માટે પોતાનું બધું જ અર્પણ કરી દીધું છે.
72 કલાક ઓમકારનો મંત્રજાપ ઊર્જા આપનારો, સોમનાથ સ્વાભિમાન પર્વ એક હજાર વર્ષની યાત્રાનું પર્વ
વિદેશી શક્તિઓએ અનેક પ્રયાસ કર્યા; પણ ના સોમનાથ નષ્ટ થયું, ના ભારત
સરદાર પટેલે સોમનાથના પુનઃ નિર્માણ ના શપથ લીધા; ત્યારે તેમને પણ રોકવામાં આવ્યાં
'આપણે કણ કણમાં શંકરને જોઈએ છે, તો તેને કોઈ કેવી રીતે નષ્ટ કરી શકે'
'13મી સદીમાં અલાઉદ્દીન ખિલજીએ સોમનાથ પર હુમલો કર્યો'
'હું દુનિયાભરના ભક્તોને સ્વાભિમાન પર્વની શુભેચ્છા આપું છું'