પાકિસ્તાનની રાષ્ટ્રીય એરલાઇન તેના લાંબા સમયથી ચાલતા આવતા નુકસાનને કારણે વેચાઈ ગઈ છે. આરિફ હબીબ ગ્રુપે 135 બિલિયન પાકિસ્તાની રૂપિયાની સૌથી વધુ બોલી સાથે પાકિસ્તાની ઇન્ટરનેશનલ એરલાઇન્સ ખરીદી કરી છે. જે માટે લકી સિમેન્ટે ૧૦૧.૫ અબજ રૂપિયા અને એરબ્લુએ ૨૬.૫ અબજ રૂપિયા બોલી લગાવી હતી. પીઆઈએએ તેના ૭૫% શેરની હરાજી શરૂ કરી હતી.પાકિસ્તાનની રાષ્ટ્રીય એરલાઈનની હરાજીમાંથી મળેલી કુલ રકમમાંથી ૯૨.૫ ટકા રકમ એરલાઈનના સુધારા પર ખર્ચ કરવામાં આવશે. પાકિસ્તાની અખબારના અહેવાલ મુજબ, પીઆઈએ પાસે હાલમાં ૩૨ વિમાનો છે, જેમાં એરબસ એ૩૨૦, બોઈંગ ૭૩૭, એરબસ એ૩૩૦ અને બોઈંગ ૭૭૭ જેવા મોડેલનો સમાવેશ થાય છે. ફ્લાઇટ્સનો અભાવ, નબળું સંચાલન અને દેવાના વધારાના લીધે આ નિર્ણય લેવો પડ્યો છે.પાકિસ્તાનમાં પરિસ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે, ત્યારે મંત્રીઓ જનતાને મૂર્ખ બનાવવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. પાકિસ્તાનના નાણામંત્રી મુહમ્મદ ઔરંગઝેબે હરાજી પ્રક્રિયા માટે વડા પ્રધાનના સહાયક અને તેમની ટીમનો આભાર માન્યો. તેમણે કહ્યું, "આજે આપણે જ્યાં છીએ ત્યાં પહોંચવા માટે ઘણો સમય અને મહેનત લાગી.પીઆઈએ માટે બોલી લગાવનારા બધા પાકિસ્તાનના છે.
હરાજીથી વિદેશી રોકાણકારો વધશે
ઔરંગઝેબે આશા વ્યક્ત કરી કે આ હરાજી સ્થાનિક રોકાણકારોની સંખ્યામાં વધારો કરશે, જેના પરિણામે દેશમાં આવતા વિદેશી રોકાણકારોની સંખ્યામાં વધારો થશે. પીએમ શાહબાઝ શરીફના સલાહકારે આશા વ્યક્ત કરી કે પીઆઈએનું ખાનગીકરણ દેશમાં રોકાણ માટે નવા રસ્તા ખોલશે. પીઆઈએ ખાનગીકરણ સમિતિના સલાહકાર મુહમ્મદ અલીએ જણાવ્યું હતું કે સરકારનો ઉદ્દેશ્ય ફક્ત પીઆઈએ વેચવાનો નથી, પરંતુ તેને આત્મનિર્ભર અને મજબૂત બનાવવાનો છે.
પીઆઈએ નું ખાનગીકરણ આઈએમએફના 7 બિલિયન ડોલરના બેલઆઉટ પ્રોગ્રામનો મુખ્ય ભાગ છે, જેના હેઠળ પાકિસ્તાન ખોટ કરતી સરકારી કંપનીઓને વેચવા અથવા સુધારવા માટે સંમત થયું છે.આઈએમએફ ઇચ્છતું હતું કે પીઆઈએ નું સંપૂર્ણ ખાનગીકરણ કરવામાં આવે જેથી સરકાર કે સૈન્યનો તેના પર નિયંત્રણ ન રહે.