ઇસ્લામાબાદ વિશ્વભરમાં આતંકવાદ ફેલાવવા માટે પ્રતિા ધરાવતું પાકિસ્તાન હવે રહી રહીને પોતાની છબી સુધારવા માટે કામ કરી રહ્યું છે. આ મુકામ હાંસલ કરવા માટે, તે અમેરિકાની મદદ લઈ રહ્યું છે. તેની આંતરરાષ્ટ્ર્રીય છબી સુધારવા માટે, પાકિસ્તાને વોશિંગ્ટનમાં બે વર્ષનો, ૧.૨ મિલિયન ડોલરનો લોબિંગ કરાર કર્યેા છે. આ કરાર તેના વ્યૂહાત્મક હિતોને પણ આગળ વધારશે. આ કરાર અનુસાર, વોશિંગ્ટનમાં પાકિસ્તાની દૂતાવાસે યુએસ સ્થિત કંપની, એર્વિન ગ્રેવ્સ સ્ટ્રેટેજી ગ્રુપ, એલએલસીને ૫૦,૦૦૦ ડોલરની માસિક ફી સાથે નિયુકત કરી છે. આ કરાર ૧ મે, ૨૦૨૬ થી અમલમાં આવશે.આ કરાર પર એર્વિન ગ્રેવ્સ સ્ટ્રેટેજી એલએલસીના સીઈઓ ટોમ ગ્રેવ્સ અને યુએસમાં પાકિસ્તાનના રાજદૂત રિઝવાન સઈદ શેખ દ્રારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર હેઠળ, કંપનીને ખાસ કરીને વોશિંગ્ટનમાં પાકિસ્તાનની ધારણા બદલવાનું કામ સોંપવામાં આવ્યું છે. આ ધારણાને બદલવાના પ્રયાસમાં, પાકિસ્તાનને વિશ્વસનીય વેપાર અને આતંકવાદ વિરોધી ભાગીદાર તરીકે રજૂ કરવામાં આવશે.
વધુમાં, ઇસ્લામાબાદની લાંબા સમયથી રહેલી આતંકવાદી છબીના પડકારોનો સામનો કરવા માટે પ્રયાસો કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application