અરડોઇ ગામની સીમમાં સોમનાથ પેપર મીલના માલિક પર કાળા કલરની સ્વીફટ કારમાં આવેલા ચાર શખસોએ રૂપિયાની માંગણી કરી હતી. જે આપવાનો ઇનકાર કરતા ધારીયા વડે હુમલો કર્યો હતો તેમજ આ ટોળકીએ અહીં સરપંચના ઘર પાસે બાઈકમાં તોડફોડ પણ કરી હતી. હુમલામાં ઘવાયેલા પેપરમીલના માલિકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાદમાં તેમણે આ અંગે કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનમાં ચાર શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મયુરભાઈ વિઠ્ઠલભાઈ મોવલીયા (ઉ.વ 44 રહે. વિશ્વનગર, પટેલ બોર્ડિંગની બાજુમાં રાજકોટ, મૂળ ચરખડી તા. ગોંડલ) દ્વારા કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રામકુ બાવકુ માંજરીયા, યુવરાજ તથા બે અજાણ્યા શખસોના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને અરડોઈ ગામની સીમમાં જય સોમનાથ પેપર મીલ છે જે ભાગીદારીમાં ચલાવે છે.ગઇ તા. 10/3 ના સવારના ભાગીદાર બકુલભાઈ વિરડીયા તથા ગીરીશભાઈ કથીરિયા બધા અહીં જય સોમનાથ પેપરમીલની ઓફિસે બેઠા હતા ત્યારે આશરે 7:45 વાગ્યા આસપાસ અરડોઈ ગામનો રામકુ માંજરીયા તેની સાથે યુવરાજ અને બે અજાણ્યા શખસો કાળા કલરની સ્વીફ્ટ કાર લઇ અહીં મીલે આવ્યા હતા રામકુ અને તેની સાથેના અજાણ્યા શખસે ધારીયુ કાઢી તથા અન્ય બેસ શખસોએ ધોકા કાઢી ફરિયાદીના ભાગીદાર બકુલભાઈ સાથે ઝઘડો કરવા અંદર આવતા ફરિયાદી તથા બકુલભાઈનો પુત્ર રશ્મીને બધાને ઓફિસની સીડી પાસે રોકી સમજાવતા રામકુએ ફરિયાદી તથા રશ્મિનને હાથમાં ધારીયુ મારી દીધું હતું.
યુવરાજ તથા તેની સાથેના અજાણ્યા શખસે ધોકા વડે મારમાર્યો હતો તેમજ રામકુ અને તેની સાથેના શખસો કહેવા લાગ્યા હતા કે, ચારણી કરી દેવો છે તને મારી નાખવો છે ભડાકે દઈ દેવો છે તેવી ધમકી આપી હતી. દરમિયાન મિલના માણસો ભેગા થઈ જતા રામકુનો પુત્ર આવ્યો હતો અને બધાને અહીંથી લઈ ગયો હતો ત્યારબાદ ફરિયાદીના ડ્રાઇવર રસુલ તથા અહીં કામ કરનાર યતીન ફરિયાદી તથા રશ્મિનને ગોંડલની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.
ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, અરડોઈ ગામના સરપંચ નરસીભાઇ ખોડાભાઈ ગજેરા ફરિયાદીના કારખાનામાં પાણીનું ટેન્કર નાખે છે જે રામકુને પસંદ ન હોવાથી જેનો ખાર રાખી સરપંચ નરરસીભાઇના ઘરે બહાર પડેલા વાહનમાં તોડફોડ કરી હતી. ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, રામકુ ફરિયાદી પાસેથી રૂપિયાની માંગણી કરતો હોય જે રૂપિયા નહીં આપતા તેનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech