BREAKING NEWS

ઓપરેશન સિંદૂરમાં ઉપયોગમાં લેવાયેલું રડાર રાજકોટ લવાશે, એર શોની સીથે ૮૦૦૦ ફૂટ ઉંચેથી થશે પેરા જમ્પિંગ, જાણો A to Z માહિતી

  • December 05, 2025 03:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇન્ડિયન એરફોર્સ અને રાજકોટ મહાપાલિકાના સંયુક્ત ઉપક્રમે સ્માર્ટ સિટી એરિયા ખાતે અટલ સરોવર નજીક તાજેતરમાં દુબઇ ખાતે યોજાયો હતો તેવો ભવ્ય એર શો રાજકોટ શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાનાર છે, એર શોમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમ પરફોર્મન્સ આપનાર હતી દરમિયાન હવે આકાશ ગંગા હેલિકોપ્ટર ટીમ તરફથી પણ કન્ફર્મેશન આવી જતા આકાશગંગા ટીમ પણ પરફોર્મન્સ આપશે.સૂર્ય કિરણ અને આકાશ ગંગા તેમ બન્ને ટીમ પરફોર્મન્સ આપે તેવા એર શો જવલ્લે જ યોજાય છે અને રાજકોટને આવા એર શો માટેનું યજમાનપદ મળ્યું છે તેમ મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.


વિશેષમાં કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે શનિવાર અને રવિવાર તેમ બે દિવસ કાર્યક્રમો યોજાશે જેમાં આવતીકાલે એરફોર્સની ટીમ ફુલ ડે રિહર્સલ કરશે. આવતીકાલે વાયુસેનાના શસ્ત્રોનું પ્રદર્શન નાગરિકો માટે ખુલ્લું મૂકશે. તાજેતરમાં ઇન્ડિયન એરફોર્સ દ્વારા સફળતા પૂર્વક પાર પાડવામાં આવેલા ઓપરેશન સિંદૂર વેળાએ હવાઈ હુમલા કરવા માટે તેમજ ભારત ઉપરના હવાઈ હુમલા ખાળવા માટે ઉપયોગમાં લેવાયેલું રડાર પણ રાજકોટ લાવવામાં આવનાર છે. નાગરિકોને આવતીકાલે શસ્ત્ર પ્રદર્શન અને રિહર્સલ જોવા તેમજ રવિવારે એર શો નિહાળવા પધારવા મહાપાલિકા તંત્ર દ્વારા ભાવભર્યું જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

એર શો સ્થળે પહોંચવાના મુખ્ય ચાર માર્ગ

૧.રૈયા ચોકડીથી સ્માર્ટ સિટી તરફ

૨.રામાપીર ચોકથી રૈયાધાર વાળો રોડ

૩.જામનગર રોડથી ન્યૂ રિંગ રોડ તરફથી

૪.કાલાવડ રોડથી મુંજકાથી ન્યૂ રિંગ રોડ ઉપર


પાસ, ટિકિટ, એન્ટ્રી ફી નથી: સંપૂર્ણ નિઃશુલ્ક

રાજકોટમાં યોજાનાર એર શો જાહેર જનતા માટે સંપૂર્ણ વિનામૂલ્યે છે, પાસ કે ટિકિટની કોઇ આવશ્યકતા નથી. અટલ સરોવરની બહારથી શો નિહાળવાનો છે, કોઇ એન્ટ્રી ટિકિટ નથી. એર શોનો સમય સવારે ૧૦ કલાકે છે પરંતુ નાગરિકો સવારે આઠ કલાકે


એર શો: મિનિટ ટુ મિનિટ શેડ્યુલ

૧૦-૦૦થી ૧૦-૩૦: વેલ કમ સેરેમની

૧૦-૩૦થી ૧૦-૩૨: ઇન્ટ્રોડક્શન ઓફ બેન્ડ

૧૦-૩૨થી ૧૧-૦૦: એરફોર્સ બેન્ડ પરફોર્મન્સ

૧૧-૦૦: વેલકમ ફ્લાય પાસ બાય સી-૨૯૫

૧૧-૧૩: હેલિકોપ્ટર ટીમ આકાશગંગા પરફોર્મન્સ

૧૧-૩૦થી ૧૨: એરફોર્સ બેન્ડ પરફોર્મન્સ

૧૨-૦૦ સૂર્યકિરણ એરોબેટિક ટીમ પરફોર્મન્સ

૧૨-૩૦ એરફોર્સ બેન્ડ પરફોર્મન્સ સાથે સમાપન


સાત વ્યુ પોઇન્ટ, આઠ પાર્કિંગ પ્લોટ

એર શો નિહાળવા આવનાર નાગરિકો માટે અટલ સરોવર આજુબાજુ એ, બી, સી, ડી, ઇ, એફ અને જી તેમ કુલ સાત વ્યુ પોઇન્ટ નિર્માણ કરવામાં આવ્યા છે તેમજ કુલ આઠ પ્લોટ પાર્કિંગ પોઇન્ટ તરીકે રાખવામાં આવ્યા છે જેમાં બી, સી અને ડી રિઝર્વ પાર્કિંગ રહેશે, જ્યારે એ, ઇ, એફ, જી અને એચ જનરલ પાર્કિંગ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application