પ્રેમલગ્ન કરતાં પહેલાં મા–બાપને નોટિસથી જાણ કરવી પડશે: રાજયમાં કાયદો લવાશે
પ્રેમલગ્ન કરતાં પહેલાં મા–બાપને નોટિસથી જાણ કરવી પડશે: રાજયમાં કાયદો લવાશે
December 16, 2025 03:04 PM
ભાગીને લગ્ન કરતા યુગલો માટે ગુજરાત સરકાર નવો કાયદો લાવવાની તૈયારીમા છે. સરકાર હવે ભાગીને થતા લના રજિસ્ટ્રેશન મામલે નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ અંગેની સત્તાવાર જાહેરાત કેબિનેટની મંજૂરી મળ્યા બાદ કરવામાં આવશે. નવા કાયદામાં પ્રેમ લગ્ન બાબતે માતા–પિતા સહમત થાય તેવી વ્યવસ્થા કરવા માટે સરકાર અમુક જોગવાઈઓ કરી શકે છે. જેમાં ભાગીને લગ્ન કરનારના રજિસ્ટ્રેશન પહેલા તેમના માતા–પિતાને ફરજિયાત નોટિસ મોકલવામાં આવશે. માતા–પિતાએ ૩૦ દિવસમાં નોટિસનો જવાબ આપવાનો રહેશે. યુવતીના આધારકાર્ડમાં જે સરનામું હશે, તે સરનામા પ્રમાણેની કચેરીમાં જ લગ્ન ની નોંધણી થશે. મળતી માહિતી મુજબ, આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં લગ્ન ના રજિસ્ટ્રેશન સંબંધિત નવા નિયમો રજૂ થઈ શકે છે. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ ગુજરાત સરકાર આ અંગેની સત્તાવાર જાહેરાત કરશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હવે ગુજરાતમાં ભાગીને કરેલા લગ્ન નું માતા–પિતાની મંજૂરી વિના રજિસ્ટ્રેશન થઈ શકશે નહીં. એટલે કે, પ્રેમ લગ્ન કરવા માટે માતા–પિતાની મંજૂરી ફરજિયાત બનાવવામાં આવી શકે છે. પ્રેમ લગ્ન બાબતે માતા–પિતા સહમત થાય તેવી વ્યવસ્થા કરવા માટે સરકાર અમુક જોગવાઈઓ કરી શકે છે. જેમાં ભાગીને લગ્ન કરનારના રજિસ્ટ્રેશન પહેલા તેમના માતા–પિતાને ફરજિયાત નોટિસ મોકલવામાં આવશે. માતા–પિતાએ ૩૦ દિવસમાં નોટિસનો જવાબ આપવાનો રહેશે. યુવતીના આધારકાર્ડમાં જે સરનામું હશે, તે સરનામા પ્રમાણેની કચેરીમાં જ લગ્ન ની નોંધણી થશે. આજે સાંજે આ અંગે કાયદામંત્રી અને કાયદાશાસ્ત્રી ઓની અધિકારીઓ સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠક થવાની છે. આ બેઠકમાં પ્રેમ લગ્ન ના રજિસ્ટ્રેશન અંગેનો અંતિમ ડ્રાટ તૈયાર કરવામાં આવશે, જે આવતીકાલે કેબિનેટ સમક્ષ મૂકવામાં આવી શકે છે. આ ફેરફારો રાજયમાં પ્રેમ લગ્ન અને લગ્ન નોંધણીની પ્રક્રિયા પર મોટી અસર કરી શકે છે.