રાજયસભાના સાંસદ પરીમલભાઇ નથવાણી દ્વારા સોશ્યલ મીડીયા પર એમના વિઘ્ધ કરવામાં આવતી વાતો અને ગંભીર પ્રકારના આક્ષેપો સામે અદાલતમાં ૧૦૦ કરોડનો માનહાનીનો દાવો નોંધાવતા ખળભળાટ મચી ગયો છે, કોર્ટે તમામ વ્યકિતઓને એમની વિરૂઘ્ધના ક્ધટેન્ટ ૪૮ કલાકમાં સોશ્યલ મીડીયા પરથી હટાવી લેવાનો આદેશ આપ્યો છે.
ટવીટર અને ફેસબુક માઘ્યમ થકી પરીમલભાઇ નથવાણીએ જાહેર કર્યુ છે કે, એમના દ્વારા ૧૦૦ કરોડનો બદનક્ષીનો દાવો સનાતન સત્ય સમાચાર, સંજય ચેતરીયા, ધ ગુજરાત રીપોર્ટ મયુર જાની, હીમાંશુ ભાયાણી, દિલીપ પટેલ અને ભાવિન બંની ગજેરા સામે નોંધાવામાં આવ્યો છે જે લોકો એમના વિઘ્ધ બદનક્ષીજનક વાતો કરતા હતાં.
આગળ લખ્યું છે કે, શુક્રવાર એટલે કે ગઇકાલે અદાલત દ્વારા ઉપરોકત પાંચ લોકો અને સંસ્થાઓને નોટીસ અને સમન્સ આપવામાં આવ્યા હતાં, લખ્યું છે કે, એમના વિરૂઘ્ધ માનહાનીકારક જે પોસ્ટ મુકવામાં આવી છે એ તાત્કાલીક અસરથી હટાડી લેવામાં આવે અને આ રીતે પરીમલ નથવાણીને અદાલતે વચ્ચગાળાનું રક્ષણ આપ્યું છે.
ટવીટમાં આગળ નથવાણીએ લખ્યું છે કે, હું મારી પ્રમાણીકતા જાળવી રાખવા માટે પ્રતિબઘ્ધ છે અને પાયા વિહોણા આરોપો મારફત લોકોને ગેરમાર્ગે દોરાવા દઇશ નહીં તથા મારી પ્રતિષ્ઠાને કલંકીત થવા દઇશ નહીં, સાથે એમણે ટેકો આપનાર દરેક વ્યકિતનો હદયપૂર્વક આભાર વ્યકત કર્યો છે.
વધુમાં જાણવા મળ્યું છે કે, પરિમલભાઇ નથવાણી દ્વારા અમદાવાદની કોર્ટમાં બદનક્ષીનો આ દાવો દાખલ કરવામાં આવ્યો છે. જેના પર જજ સી.આર. પટેલ દ્વારા ૪૮ કલાકમાં ક્ધટેન્ટ હટાવી લેવાનો આદેશ અપાયો છે.
અત્રે નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી જુદા-જુદા પ્લેટફોર્મ મારફત પરીમલભાઇ નથવાણીને ટાકીને કેટલાક સનસનાટીજનક આક્ષેપો કરવામાં આવતા હતાં અને હવે જયારે પરીમલ નથવાણી દ્વારા અદાલત સમક્ષ દાવો નોંધવામાં આવ્યો છે ત્યારે ખરી રીતે કાનુની જંગ હવે શરૂ થશે એવા સંકેતો મળે છે.