રાજકોટ એરપોર્ટ પર જો તમે હવાઈ મુસાફરી માટે કે અન્ય કોઈ કારણથી મુલાકાત લેતા હોય તો ગમે ત્યાં તમારા વાહન પાર્ક કરતા પહેલા ચેતજો. અને ભૂલથી પણ તમારા વાહન 'નો પાર્કિંગ' એરિયામાં પાર્ક કરશો નહીં. કારણ કે રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા 'નો પાર્કિંગ' ઝોનમાં વાહનો પાર્ક કરવા બદલ રૂ.500 દંડની વસૂલાત સહિતની કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના 2020ના સુધારેલા કાયદાને રાજકોટ એરપોર્ટ પર કડક રીતે અમલવારી શરૂ કરવામાં આવી છે.
આ અંગે એરપોર્ટ ઓથોરિટી દિગંત બોરાહના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી હીરાસર સ્થિત રાજકોટ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કેટલાક વાહનચાલકો રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ જતા ટુ-લેન એપ્રોચ રોડની ડાબી લેન પર તેમના વાહનો આડેધડ રીતે પાર્ક કરી રહ્યા છે. ત્યારે જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને, હવેથી રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 'નો પાર્કિંગ' વિસ્તારમાં વાહનો પાર્ક કરવા બદલ દંડને કડક રીતે લાગુ કરવામાં આવશે.
એરપોર્ટ ઓથોરિટીના 2020થી અમલી બનેલા કાયદા મુજબના નિયમોની જોગવાઈનું ઉલંઘન કરનાર કોઈપણ વ્યક્તિ દંડને પાત્ર થશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નિયમની જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ કાયદાની કલમ ૪૨ ની પેટા-કલમ ૩ની જોગવાઈઓ અનુસાર દંડને પાત્ર ઠરે છે. હવેથી આ કાયદાને એરપોર્ટ પર કડકાઈ પૂર્વક અમલી બનાવવામાં આવશે. જે અંતર્ગત એરપોર્ટ પરિસરમાં એપ્રોચ રોડ પરની બંને સાઈડ પર નો પાર્કિંગ વિસ્તારમાં વાહન કે પછી કોઈપણ પ્રકારના સાધન પાર્ક કરનાર સામે રૂ.500 દંડની વસૂલાત કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application