માર્ચ મહિનો શરૂ થતા નવા નાણાકીય વર્ષને ધ્યાનમાં રાખી સરકારી થી લઇ પ્રાઇવેટ સેકટરોમાં હિસાબ પુરા કરી લેણું ચૂકતે કરવા માટેની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ વચ્ચે આરટીઓ દ્વારા ગણતરીના દિવસો પૂર્વે 20 જેટલી સ્કૂલ વાહનોએ બાકી ટેક્સના નાણાં ન ચુકવતા સ્કૂલને નોટીશ ફટકારી તાકીદે ટેક્સની રકમ ભરી જવા માટેની સૂચના આપવામાં આવી હતી. જે બાદ હવે રાજકોટના ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવતી કેટલીક કંપની-કારખાનામાં કામ કરતા માણસોને લેવા મુકવા માટે બસ સહિતના કોર્મશિયલ વાહન રાખવાં આવ્યા હોય છે. જે વાહનોનો બાકી ટેક્સ છેલ્લા કેટલાક સમયથી બાકી હોય જે ભરવા માટે આરટીઓ કચેરી દ્વારા વારંવાર લેખિત મૌખિક જાણ કરવામાં આવતી હોય છે એમ છતાં વાહનનો ટેક્સ ન ભરતી કંપનીઓ સામે આરટીઓ કે.એમ.ખપેડએ ટેક્સ વસૂલવા માટે કાયદાકીય દંડો પછાડ્યો છે.
શહેરની 20 જેટલી કંપનીઓન નામે ચાલતા વાહનોને નોટિસ ફટકારી તાકીદે બાકી ટેક્સની રકમ ભરવા માટે જણાવ્યું છે. રકમ નિયત સમયમાં ભરવામાં નહીં આવે તો ઓન રોડ વાહન જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ આરટીઓ અધિકારી કે.એમ.ખપેડએ જણાવ્યું છે. વધુમાં બાકી રહેલા અન્ય કંપનીના આશરે 300 જેટલાં વાહનોને નોટિસ આપવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કંપનીના વાહનોને નોટીશ અપાઈ
1) એ જી લોજીસ્ટિક
2) એ એસ ઇન્ફ્રાષ્ટ્રકચર
3) એ વી એન કન્સ્ટ્રકશન
4) આરવ એન્ટરપ્રાઇઝ
5) આશીર્વાદ કન્સ્ટ્રકશન
6) આદિત્ય અલ્ટ્રા સ્ટીલ લિમિટેડ
7) મારુતિ એન્ટરપ્રાઇઝ
8) એ એફ ટી ગ્લોબલ એલ એલ પી
9) અગ્રવાલ ગટર એન્ડ વેરહાઉસ
10) એગ્રીકલચર પ્રોડક્ટ માર્કેટ કમિટી
11) અભેલભાઈ જીલુભાઈ કપરાડા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિન્દ્રાના શો રૂમમાં તોડફોડની ઘટના
May 02, 2025 12:50 PMજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech