રાજકોટ શહેર એ ભેળસેળની રાજધાની બની ગયું છે, દર સપ્તાહે ભેળસેળના ચાર પાંચ કેસ ઝડપાય છે છતાં ભેળસેળનુ પ્રમાણ સતત વધી રહ્યું છે. દરમિયાન તાજેતરમાં શુધ્ધ ઘી અને પનીરના વધુ ચાર સેમ્પલમાં ભેળસેળ ઝડપાઈ હતી.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગના સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર ડો.હાર્દિક બી. મેતાએ લેબોરેટરી પરિક્ષણમાં નાપાસ થયેલા ચાર સેમ્પલ અંગેની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, શ્રીરામ ડેરી ફાર્મ, અભિરામ પાર્ક મેઇન રોડ, શ્રી રામ પાર્ક સામે, મોરબી રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ શુધ્ધ ઘી (લુઝ)નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં બી.આર. રીડિંગ એટ ૪૦૦ સી અને આયોડિન વેલ્યૂ ધારાધોરણ કરતાં વધુ તથા રીચર્ટ વેલ્યૂ ધારાધોરણ કરતાં ઓછી હાજરી હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ(ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું જય બજરંગ ડેરી ફાર્મ, શિવનગર મેઇન રોડ, ગ્રીન લેન્ડ ચોકડી પાસે, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ શુધ્ધ ઘી (લુઝ)નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં બી.આર.રીડિંગ એટ ૪૦૦ સી અને આયોડિન વેલ્યૂ ધારાધોરણ કરતાં વધુ, રીચર્ટ વેલ્યૂ ધારાધોરણ કરતાં ઓછી તથા ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ)ની હાજરી હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
ઉપરોક્ત ઉપરાંત પંગત રેસ્ટોરેન્ટ, રામદુલારે સોસાયટી પાસે, સોલવન્ટ રોડ, કોઠારીયા ગામ પાસે, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ પનીર (લુઝ)નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં બી.આર.રીડિંગ એટ ૪૦૦ સી ધારાધોરણ કરતાં વધુ તથા રીચર્ટ વેલ્યૂ ધારાધોરણ કરતાં ઓછી મળી આવેલ આવેલ હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે પાયલ પંજાબી ફૂડ પાર્સલ, પ્રેરણા કોમ્પ્લેક્ષ, અમિન માર્ગ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ પનીર (લુઝ)નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં બી.આર. રીડિંગ એટ ૪૦૦ સી ધારાધોરણ કરતાં વધુ તથા રીચર્ટ વેલ્યૂ ધારાધોરણ કરતાં ઓછી મળી આવેલ હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.