BREAKING NEWS

ઇપીએફઓ-ઇએસઆઇસીમાં રજિસ્ટ્રેશન કરાવનારને પેનલ્ટી-વ્યાજ માફીની સ્કિમ

  • November 19, 2025 10:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન તથા એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યુરન્સ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે પ્રધાનમંત્રી વિકસીત ભારત રોજગાર યોજના, કર્મચારી નોંધણી યોજના અને માલિકો-કર્મચારીઓની નોંધણીને પ્રોત્સાહન આપતી યોજના અંગે અવરનેસ સેમિનારનું યોજાયો હતો. જેમાં ઇપીએફઓના રિજનલ પીએફ કમિશનર કાન્તાદેવી મોટવાણી, એન્ફોર્સમેન્ટ ઓફિસર મોહિત છાજેર તથા ઇએસઆઇસીના બ્રાન્ચ મેનેજ૨ છેરીંગ સમ્ફેલએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું.

સેમિનારના પ્રારંભે રાજકોટ ચેમ્બરના ટ્રેઝર૨ વિનોદભાઇ કાછડીયા તથા ઈપીએફઓના એન્ફોર્સમેન્ટ ઓફિસ૨ મોહિત છાજે૨એ સૌને આવકાર્યા હતા ત્યારબાદ ઇપીએફઓ એકાઉન્ટ ઓફિસર કુ.અભિલાષા ચૌધરીએ પ્રધાનમંત્રી વિકસીત ભારત રોજગાર યોજના અંગે જાણકારી આપતા જણાવ્યુ હતું કે આ યોજના ૧લી ઓગષ્ટ ૨૦૨૫ના રોજ શરૂ કરવામાં આવેલ છે અને ૩૧-૭-૨૦૨૭ના રોજ પુર્ણ થશે. આ સમયગાળા દરમ્યાન કંપનીઓએ ૨જિસ્ટ્રેશન કરવાનું રહેશે. ૨જિસ્ટ્રેશન તારીખથી મેન્યુફેકચરીંગ ક૨તી કંપનીઓને ચા૨ વર્ષ સુધીનો લાભ મળશે. મેન્યુફેકચરીંગ સિવાય અન્ય કંપનીઓને રજિસ્ટ્રેશન તારીખથી બે વર્ષનો લાભ મળશે. સ૨કા૨ દ્વારા આ સ્કિમને બે ભાગમાં વહેંચણી કરેલ છે. ઈપીએફઓમાં દાખલ થયે એ-ભાગમાં કર્મચારીને દાખલ તારીખથી એક વર્ષ સુધી કંપનીમાં કામ ક૨શે તો બે ઇન્સ્ટોલમેન્ટમાં રૂા.૧૫,૦૦૦ વળત૨ એક વખત આપવામાં આવશે. તેમજ ઇએલઆઇ સ્કીમ અંતર્ગત બી-ભાગમાં રોજગાર આપતી કંપનીને આશરે વધુમાં વધુ રૂા.૩૦૦૦ સુધીનું વળતર આપવામાં આવશે. તેમજ ઇપીએફઓ એકાઉન્ટ ઓફિસર મયંકગી૨ીએ કર્મચારી નોંધણી યોજના અંગે જણાવેલ કે, આ સ્કીમ ૧લી નવેમ્બર ૨૦૨૫ના શરૂ થયેલ છે અને ૩૦-૪-૨૦૨૬ સુધી અમલમાં રહેશે. જેમાં જુલાઈ ૨૦૧૭થી ઓકટોબર ૨૦૨૫ની વચ્ચેના સમયગાળામાં જુના કર્મચારીઓ જુનો પી.એફ. ભરી શકશે અને તેમાં તેઓને પેનલ્ટીમાંથી માફી મળશે.

જ્યારે ઇએસઆઇસીના બ્રાન્ચ મેનેજર છેરીંગ સમ્ફેલએ જણાવ્યુ હતું કે, માલિક-કર્મચારીની નોંધણીને પ્રોત્સાહન આપતી યોજના અંતર્ગત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં આવતી બધી કંપનીમાં ૧૦ અથવા ૧૦ કરતા વધા૨ે કર્મચારી હોય તો તેને આ સ્કીમ લાગુ પડશે તેમાં પણ અત્યા૨ે ઇએસઆઇસીમાં ૨જિસ્ટ્રેશન કરાવે તો તેઓના ભુતકાળના રેકોર્ડસ ચેક કરવામાં નહીં આવે. તેમજ ઇએસઆઇસીમાં કોર્ટ કેસ ચાલુ હોય તો તેવા કેસમાં વ્યાજ માફી મળશે.રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ભળેલ નવા ઇન્ડસ્ટ્રીયલ એરીયાને ઇએસઆઇસી લાગુ પડતી હોય આ તમામ ઉદ્યોગકારોએ ઇએસઆઇસીનો લાભ લઈ કર્મચારીઓની નોંધણી ખાસ કરાવવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં કાયદાકીય મુશ્કેલીમાંથી બચી શકાય તેવો રાજકોટ ચેમ્બર દ્વારા આગ્રહ કરવામાં આવ્યો હતો.સેમિના૨ને સફળ બનાવવા માટે ઇએસઆઇસી કમિટિ મેમ્બર પરાગભાઇ ડોડીયાએ જહેમત ઉઠાવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application