BREAKING NEWS

શહેરમાં તંત્રના પાપે ટ્રાફિક સમસ્યાથી પ્રજાજનો ત્રાહિમામ

  • December 27, 2025 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરની સૌથી મોટી સમસ્યા જો કોઈ હોય તો તે ટ્રાફિક સમસ્યા છે શહેરમાં ટ્રાફિક પોલીસ માત્ર દંડના ઉઘરાણા અને દડં કરવામાં વ્યસ્ત હોય છે પરંતુ ટ્રાફિક નિવારણ કરવામાં સદંતર નિષ્ફળ સાબિત થઈ છે તો બીજી તરફ શહેરમાં યાં ત્યાં ચાલતા ખોદકામના કારણે વાહન ચાલકો તાબોટા નાખી ગયા છે, છતાં ટ્રાફિક પોલીસ જાણે આખં આડા કાન કરતી હોય તેમ આ સમસ્યાનો ઉકેલ લાવતી નહીં હોવાની પ્રજાજનોમાં નારાજગી જોવા મળી રહી છે આ સમસ્યાનો ઉકેલ કયારે આવે તે તો કુદરત જાણે.

રાજકોટના મોટાભાગના મુખ્ય માર્ગેા તેમજ સિલો વાળા ચાર રસ્તાઓ અને શહેર બહાર જતી બાયપાસ ચોકડીઓ ટ્રાફિકની સમસ્યાના કારણેવાહન વ્યવહાર ખોરવાતા ટ્રાફિક જામ થતો હોવાથી વાહન ચાલકો છેલ્લા ઘણા સમયથી આ ટ્રાફિક સમસ્યા થી ત્રાહિમામ પોકારી ઊઠા છે, એક તરફ બ્રિજના કામ ચાલતા હોવાના કારણે રસ્તા ડાયવર્ઝન કરવામાં આવ્યા છે જેના કારણે પણ ટ્રાફિક જામની બૂમો ઊઠી છે આ કારણે તે વિસ્તારના રહીશો પણ ટ્રાફિકના કારણે કંટાળી ગયા છે.
શહેરના મુખ્ય ચાર રસ્તા વાળા સિલો જેમાં કેકેવી ચોક, નાના મવાચોક, રૈયા ચોકડી, આમ્રપાલી બ્રિજ, જિલ્લા પંચાયત, પોલીસ કમિશનર કચેરી ચોકથી પારસી અગિયારીચોક, જામ ટાવર ચોક, હોસ્પિટલ ચોક, લીમડા ચોક,લોધાવડ ચોક, માલવીયાનગર ચોક, ત્રિકોણબાગથી મ્યુનિસિપલ કોર્પેારેશન, બસપોર્ટ , ઢેબર રોડ, તરફ જતા રસ્તાઓ પર વાહનોની કતારો લાગતી હોવાનું અને આ સમસ્યા પાછળ મોટાભાગે તો ટ્રાફિક સિલો પણ જવાબદાર હોય છે.

ભૂતકાળમાં યારે ટ્રાફિક સિલો ચાલુ કરાયા ન હતા તેમ છતાં ટ્રાફિક સમસ્યા સર્જાતિ ન હતી પરંતુ યારથી ચાર રસ્તા ઉપર ટ્રાફિક શાખા દ્રારા કોઈપણ પ્રકારના સમયના નિયમ વગર સિલોની લાલ–લીલી લાઈટો ચાલુ હોય તો જેના કારણે ટ્રાફિક જામ થઈ જાય છે. તો બીજી તરફ આગામી દિવસોમાં રાજકોટ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ કાર્યક્રમ મારવાડી યુનિવર્સિટી મોરબી રોડ ખાતે યોજાનાર હોય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુલાકાતને સંદર્ભે સરકારી તત્રં રાજકોટને સ્વચ્છ અને સુઘડ દેખાડવા ઓચીંતુ જાગ્યુ છે. જેને લઈને મોટાભાગના મુખ્ય રસ્તાઓ ઉપર ડામર રી–કાર્પેટીંગના કામો એકી સાથે યુદ્ધના ધોરણે હાથ ધરાયા છે. આ કામો વહેલી સવારે અને રાત્રે હાથ ધરવાના બદલે દિવસે ધમધમતા હોવાથી લોકોના કામના કલાકો દરમ્યાન માર્ગેા અવરોધાતા હોવાથી રસ્તા અને માર્ગેા સાંકળા બનતા ટ્રાફિક સમસ્યા ઊભી થઈ રહી છે.

તો બીજી તરફ જામનગર રોડ ઉપર પોલીસ હેડ કવાર્ટર નજીક પુલનું નિર્માણ જે દિવાળી પહેલા પૂર્ણ થવાની શકયતા દર્શાવાય હતી તે હજુ સુધી પુ ન થવાના કારણે ભોમેશ્વર મંદિર પાસેથી જામનગર તરફ ડાઈવટ કરાયેલા ટ ઉપર મહિનાઓથી ટ્રાફિકજામ વાહન ચાલકોમાટે રોજિંદી બની ગઈ છે જેથી ભોમેશ્વર ડાઇવટ ટનો ટ્રાફિક પત્રકાર સોસાયટીથી એરપોર્ટ ફાટક અને જુના એરપોર્ટના રસ્તા સુધી વાહનો કતારોથી ધમધમતો રહે છે.
તો સાંજે પીકઅવર્સ દરમ્યાન મહિલા કોલેજ અંડરબ્રિજથી કોટેચા ચોકના મુખ્ય માર્ગેા ઉપર સર્જાતા ટ્રાફિકજામને નિવારવા શું કરવુ જોઈએ તે મુદે ટ્રાફિક પોલીસ માટે પડકાર પ સાબિત થઇ રહ્યું છે, કટારીયા ચોકડીએ નિર્માણાધીન બ્રિજના કાર્યના કારણે કોઇપણ સમયે કાલાવાડ રોડ અને ૧૫૦ ફુટ રિંગરોડ ઉપરથી પસાર થવું વાહનચાલકો માટે કપ બની ગયું છે.

ટ્રાફિકજામની સ્થિતીમાં ૧૦૮ સહિતની ઈમરજન્સી સેવાઓ પણ ટ્રાફિકજામમાં અટવાતી અવાર–નવાર નજરે પડે છે.તે કયારેક જીવલેણ સાબીત થાય તેવી શકયતા વર્તાઈ રહી છે,આ સમસ્યાનો ઉકેલ કયારે આવશે તે તો ભગવાન જાણે. પરંતુ જો ટ્રાફિક બ્રાન્ચ કાયમી ઉકેલ લાવવા વ્યવસ્થિત પ્લાનિંગ બનાવી ટ્રાફિક નિયમનની અમલવારી ઈમાનદારી પૂર્વક કરાવે તો સો ટકા આ સમસ્યાનો ઉકેલ આવી શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application