૩૦ દિવસ સુધી વાંધા સૂચનો રજૂ કરી શકાશે: લ નોંધણી નિયમોમાં ધરખમ ફેરફાર: તલાટીની સત્તામાં કાપ: ગેરરીતિ કરશે તો નોટરી સામે પણ પગલાં
ગુજરાતના લાખો માતા–પિતાની લાંબા સમયની માંગણીનો સ્વીકાર કરતા રાય સરકાર આજે વિધાનસભામાં એક ઐતિહાસિક જાહેરાત કરી હતી. પ્રેમ લ અથવા તો ઘરેથી ભાગીને કરવામાં આવતા લોના કિસ્સામાં થતી ગેરરીતિઓ રોકવા માટે સરકાર લ નોંધણીના નિયમોમાં ધરખમ ફેરફારો લાવી છે. આ જાહેરાત ગૃહ રાયમંત્રી હર્ષ સંઘવી દ્રારા વિધાનસભાના નિયમ ૪૪ હેઠળ કરવામાં આવી હતી. રાય સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલયની વેબસાઈટ પર આ અંગે વાંધા સૂચનો આગામી ૩૦ દિવસ સુધી સ્વીકારવામાં આવશે તેના પર વિચારણા કરીને આ સુધારા દાખલ કરવામાં આવશે ગૃહ મંત્રીએ જણાવ્યું હતું.
નવા સૂચિત નિયમો મુજબ, યારે કોઈ યુવક–યુવતી ભાગીને લ કરશે અને તેની નોંધણી માટે અરજી કરશે, ત્યારે તત્રં દ્રારા તેમના માતા–પિતાને ફરજિયાતપણે નોટિસ મોકલવામાં આવશે. નોટિસ મળ્યાના ૩૦ દિવસની અંદર માતા–પિતા અથવા વાલીએ પોતાનો જવાબ રજૂ કરવાનો રહેશે. આ જોગવાઈનો મુખ્ય હેતુ લ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો અને સામાજિક મૂલ્યોનું જતન કરવાનો છે. તલાટીની સત્તામાં કાપ મૂકવામાં આવ્યો છે કલાસ–
પાટીદાર અને બ્રહ્મ સમાજ દ્રારા આવકાર
ભાગેડુ લ નોંધણીના નિયમોમાં ફેરફારને પાટીદાર અને બ્રહ્મ સમાજના આગેવાનો દ્રારા આવકારવામાં આવ્યો છે. માતા–પિતાને એક મહિનાની મુદત અને જરી કાયદામાં સુધારો સહિતના મુદ્દા ઉપર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નિવેદનથી માત્ર પાટીદાર નહીં, પરંતું દરેક સમાજને ફાયદો થશે.જેમાં ભાગેડુ લ નોંધણીમાં માતાપિતાની ભૂમિકા પણ મહત્વની બનાવાશે. ઉલ્લ ેખનીય છે કે, ગુજરાતમાં લાંબા સમયથી પાટીદાર સમાજ દ્રારા આ અંગેની માંગણી કરવામાં આવી રહી હતી. વિધાનસભામાં નિયમ ૪૪ હેઠળ આવેલા સુધારાની જાહેરાત સમયે પાટીદાર આગેવાનો વિધાનસભા ગૃહની ગેલેરીમાં ગોઠવયા હતા
મુખ્યમંત્રી–ઉપમુખ્યમંત્રીનું આગેવાનો દ્રારા સન્માન
જાહેરાત પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીનું સામાજિક આગેવાનો દ્રારા સન્માન કરવામાં આવયુ હતુ. રાય સરકાર અને સમાજના પ્રતિનિધિઓ વચ્ચે સંવાદ અને સહકારનું પ્રતિબિંબ પે આ કાર્યક્રમ જોવામાં આવ્યું છે
૨ અધિકારીની મંજૂરી જરી બની છે.અત્યાર સુધી લ નોંધણીની પ્રક્રિયા સ્થાનિક સ્તરે તલાટી–કમ–મંત્રી દ્રારા પૂર્ણ કરવામાં આવતી હતી. જોકે, નવા નિયમો અમલી બનતાની સાથે જ તલાટી સીધી રીતે લ નોંધણી કરી શકશે નહીં. તલાટીએ અરજીની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી ફાઈલ કલાસ–૨ (વર્ગ–૨) અધિકારીને મોકલવાની રહેશે.
કલાસ–૨ અધિકારીની આખરી મંજૂરી બાદ જ લનું પ્રમાણપત્ર માન્ય ગણાશે. તો બીજી બાજુ નોટરીઓ સામે લાલ આખં કરવામાં આવી છે. ઘણીવાર ભાગેડુ લોમાં નોટરી દ્રારા ખોટા સોગંદનામા કે દસ્તાવેજોના આધારે લ કરાવી દેવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. સરકાર હવે આવા કિસ્સાઓમાં કડક વલણ અપનાવી રહી છે. જો લ નોંધણીમાં કોઈ પણ પ્રકારનો ફરજીવાડો (ગેરરીતિ) જણાશે, તો સંબંધિત નોટરી સામે પણ કડક કાયદાકીય કાર્યવાહી કરવાની જોગવાઈ નવા નિયમોમાં કરવામાં આવી છે.
રાયના અનેક સંગઠનો અને વાલીઓ દ્રારા છેલ્લ ા ઘણા સમયથી એવી માંગ કરવામાં આવી રહી હતી કે લ નોંધણીમાં માતા–પિતાની જાણકારી હોવી આવશ્યક છે. આ ફેરફારથી સામાજિક ઘર્ષણો ઘટશે અને યુવા પેઢી ઉતાવળમાં લેવાયેલા ખોટા નિર્ણયોથી બચી શકશે તેવું સરકારનું માનવું છે. આગામી દિવસોમાં આ નવા નિયમોનો અમલ સમગ્ર રાયમાં ચુસ્તપણે કરવામાં આવશે, જે ગુજરાતના સામાજિક માળખાને વધુ મજબૂત બનાવશે
સલીમ સુરેશ બનીને દીકરીઓને લલચાવી શકશે નહીં
ગુજરાત રાયના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત રજીસ્ટ્રેશન મેરેજ ૨૦૦૬ ના નિયમમાં સુધારો લાવતી વખતે તેમણે આપના ધારાસભ્ય હેમતં ખવા કૌશિક વેકરીયા લવિંગજી ઠાકોર અને અલ્પેશ ઠાકોરનો આભાર વ્યકત કર્યેા હતો. આ સુધારા પૂર્વે રાયના વિવિધ સમાજો સાથે ૨૦ થી ૨૫ જેટલી બેઠકો કરવામાં આવી હતી અને આ નિયમો બદલાવવાની જરિયાત કેમ પડી તે અંગે તેમણે વિગતવાર બાબત જાહેર કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે રાયની ભોળી દીકરીઓને કોઈપણ સલીમ સુરેશ બનીને લલચાવી શકશે નહીં. આજે પણ લવ જેહાદની પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application