દુનિયાના પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સી ત્રણ દિવસથી ભારતની મુલાકાતે છે. તેણે સૌપ્રથમ કોલકાતા, હૈદરાબાદ, મુંબઈ અને પછી ગુજરાતની મુલાકાત લીધી હતી. મેસ્સીએ ગુજરાતના જામનગરમાં અનંત અંબાણીના વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ અને સંરક્ષણ કેન્દ્ર વનતારાની મુલાકાત લીધી હતી. વનતારામાં મેસ્સીએ ભગવાન સમક્ષ શિશ ઝુકાવ્યું હતું. અનંત અને રાધિકા સાથે મેસ્સીએ ભગવાનની આરતી ઉતારી હતી. મેસ્સી વનતારાની અંદર જ ફૂટબોલ રમ્યો હતો. વનતારાની મુલાકાતની મેસ્સીની તસવીરો સામે આવી છે.

અનંત-રાધિકાએ એક સિંહના બચ્ચાનું નામ લિયોનેલ રાખ્યું
મેસ્સીએ એલિફન્ટ કેર સેન્ટરમાં બે વર્ષ પહેલાં બચાવવામાં આવેલી બીમાર હાથી પ્રતિમાના બચ્ચા મણિકલાલ સાથે ફૂટબોલ રમ્યો હતો. આ પ્રસંગે અનંત અંબાણી અને રાધિકા અંબાણીએ એક સિંહના બચ્ચાનું નામ લિયોનેલ પણ રાખ્યું હતું. તેમની સાથે તેમના ક્લબના ફૂટબોલ ખેલાડી લુઈસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલ પણ હાજર હતા.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application