BREAKING NEWS

રાજકોટ રેન્જના 29 રીઢા આરોપીઓને પકડવા પોલીસે કરી ઇનામની જાહેરાત, જાણો કોના પર કેટલા હજારનું ઈનામ

  • March 27, 2026 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય દ્વારા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે ગંભીર ગુના આચરી નાસતા ફરતા ૨૯ કુખ્યાત આરોપીની માહિતી આપનારને ઇનામની જાહેરાત કરવામાં આવી છે. આ આરોપીઓ લુંટ,હત્યા, હથિયાર,દુષ્કર્મ,એનડીપીએસ,દારૂ સહિતના ગુનામાં સંડોવાયેલા છે.


રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ ગ્રામ્ય અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ગંભીર પ્રકારના ગુન્હાઓમાં નાસતા-ફરતા આરોપીઓની વારંવાર તપાસ કરતા મળી આવેલ ન હોય તેમજ તેઓ વિરુધ્ધનું ધરપકડ વોરંટ કોર્ટમાંથી મેળવી બજવણીના પ્રયત્નો કરવા છતાં આરોપીઓ આજ સુધી મળી આવેલ નથી. તેઓને શોધી કાઢવા માટે પોલીસને સચોટ માહિતી આપનારને આરોપી મુજબ રોકડ ઈનામ જાહેર કરવામાં આવ્યું છે, ખબર આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે જેથી આરોપીઓ અંગે જો કોઇ સચોટ માહિતી મળે તો તુર્તજ તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરાવવા રાજકોટ રેન્જ આઈજી ઓફિસ કે જે તે પોલીસ મથકને જાણ કરવા અનુરોધ કરાયો છે.


જામનગર,સુરેન્દ્રનગર,મોરબી, દેવભૂમિ દ્વારકાના આ ગુનેગારોની માહિતી આપો


લખવિંદરસિંગ સ્વરૂપસિંગ તોંડ (જાટ) (રહે. અમૃતસર (પંજાબ) માટે ૧૦ હજાર ઇનામ, ભાવેશ વિઠ્ઠલદાસ દુધાત્રા (મુળ ગામ,વેજા ગામ, ગોંડલ,) માટે ૧૫ હજાર,

અર્જુનસિંગ મોહન્તી ઉર્ફે રમેશ ઉર્ફે પંકજ ઉર્ફે પંડીત ઉર્ફે બ્રાહ્મણ (રહે.ડેડીયાસણ, ભરૂચ, મુળ રહે.ઓરીસ્સા) માટે ૧૦ હજાર, કમા ઉર્ફે કમલેશ સાવલસિંગ મીનાવા (રહે.કાકડકુવા ગામ,ધાર (મધ્યપ્રદેશ), રાહુલ ઉર્ફે ખુમસિંગ સજનસિંગ બધેલ (રહે.કદવાલબડી ગામ,અલીરાજપુર (મધ્યપ્રદેશ),

દિનેશ જામસિંગ મેલા (ભીલ) (રહે.કાકડકુવા ગામ, ધાર (મધ્યપ્રદેશ) ભાણવડ પોલીસ મથકના લૂંટ સહિતની કલમ હેઠળના ગુનામાં ફરાર છે. જેની માહિતી આપનારને ૫-૫ હજાર રોકડ ઈનામ અપાશે.


આસુતોષ શીવધરન ત્રીપાઠી (રહે. ઉત્તરપ્રદેશ), આસુતોષ પન્નાલાલ ચતુર્વેદી રહે.અહેરીપુર ઉતરપ્રદેશ) અને મહેન્દ્ર કૃષ્ણબલદેવ તીવારી (રહે.ભરથના ગામ, ઇટાવા, ઉતરપ્રદેશ) માટે ૫-૫ હજાર

લાલજી કૈલાશ પંડયા (રહે.રાજપાર્ક- રાધેક્રિષ્ના શકિત ડેરીની બાજુમાં, જામનગર મુળ રહે.ખંભાળીયા) માટે ૧૦ હજાર

બાલુ માનસિંગ બીલવાવ અને વસના ભુરા સરૂપા બીલવાલ (રહે. બંને મંડલી બડી, મધ્યપ્રદેશ) માટે ૫-૫ હજાર

કૈલાશ રામસીંગ અજનાર (રહે. સૂર્યા ગામ, અલીરાજપુર, મધ્યપ્રદેશ) માટે ૫ હજાર

સંદિપ ગોકરણ પાસવાન (રહે.જારવા ગામ, બલરામપુર (ઉત્તરપ્રદેશ) ૫ હજાર

રણજીતસિંહ ઉર્ફે રાણા બલવિરસિંહ મજબી (રહે. ધુન્ના,સોનુસિંગ સતનામસિંગ (રહે.બંને,પંજાબ) માટે ૧૦-૧૦ હજાર

ગંગારામ છોટાડીલા ચતર (રહે.ભરભરીયા, ઝારખંડ-બિહાર) ૧૦ હજાર

દેવાસી ઉર્ફે કનુ મદનપરી (રહે. ઓડીસા) માટે ૫ હજાર

રૂપેશકુમાર ઉર્ફે ટીનપાલ રામમહોનસિંગ ઉર્ફે દલમોહનસિંહ ચૌહાણ (રહે.બિહાર) માટે ૮ હજાર

ફારૂક હબીબ જામ (રહે.જુની એસ.બી.આઈ બેન્ક પાસે, માળીયા મીયાણા) ૨૦ હજાર

વિવેક ઉર્ફે ટેલર અમરેન્દ્રસીહ ચંદેલ (રહે.હાલ રેલનગર સુર્યા પાર્ક રાજકોટ) માટે ૮ હજાર

રોહન બચાવપ્રસાદ રાવત (યાદવ) (રહે.ગોરખપુર,ઉત્તરપ્રદેશ) માટે ૮ હજાર

મુકેશ ઉર્ફે ધોળયો ઉર્ફે શૈલેન્દ્ર પુરખારા સરદારરામ ગોદારા (રાજસ્થાન) માટે ૧૦ હજાર રોકડ

રાજલખાન શખી મહમદ મુસ્લીમ (રહે. લહાર, મધ્યપ્રદેશ) માટે ૫ હજાર

મનુભા માનસિંહ ઝાલા (રહે. સુરેન્દ્રનગર) માટે ૮ હજાર

અલી નથુ ડફેર (રહે ઈંગરોડી, લખતર મૂળ પાટડી સુરેન્દ્રનગર) માટે ૧૦ હજાર

ધર્મેશ બાબુલાલ ગુર્જર (રહે આકિયા, રાજસ્થાન), ડાલુરામ હાલુજી ગુર્જર (રહે ભભાણા, રાજસ્થાન)ની માહિતી આપનારને ૫-૫ હજાર રોકડ તેમજ ભીખા ભૂરા કુના (રહે. પલાસનેર, ધૂળે, મહારાષ્ટ્ર) ની માહિતી આપનારને ૨૦ હજાર રોકડ ઈનામ અપાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application