BREAKING NEWS

‘આજકાલ’ના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો વાઇરલ થયા બાદ પોલીસે જાહેરમાં મારમારી કરનારને દબોચ્યા

  • January 17, 2026 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉદ્યોગનગર કોલોની ભારત પાનની દુકાન સામે જાહેરમાં છ શખસો ગાળો ભાંડી મારામારી કરતો હોવાનો આજકાલ ન્યૂઝ ચેનલમાં વીડિયો વાઇરલ થયા બાદ એ ડિવિઝન પોલીસે શખસોને પકડી જાહેરમાં બખેડો કરી સુલેહ શાંતિ ભંગ કરવા અંગેનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.


ગત તા.૧૫/૦૧ ના રાત્રે ૧૧:૩૦ આસપાસ ઉદ્યોગ નગર કોલોની ભારત-પાનની સામે જાહેરમાં અમુક શખસો એકબીજાને ગાળો ભાંડી મારામારી કરતા હતા.જેનો વીડિયો આજકાલ ન્યૂઝ ચેનલના ઈન્સ્ટાગ્રામ આઇડી પર અપલોડ થતા વાયરલ થયો હતો. પોલીસે આ વીડિયોના આધારે તપાસ કરતાં શખસોનું નામ ગજેન્દ્ર ઉર્ફે ગજ્જો બહાદુરસિંહ જાદવ(રહે ઉદ્યોગ નગર કોલોની), ભાવેશ વિનોદભાઈ મકવાણા,હર્ષદ રામસીભાઈ ઠાકોર, અમિત નિલેશભાઈ કુકાવા, જગદીશ રાકેશભાઈ ઉઘરેજીયા, અનિલ શકરાભાઈ ઉઘરેજીયા(પાંચેય રહે લોહાનગર) જાણવા મળ્યું હતું. પોલીસે આ તમામ શખસોને પકડી જાહેરમાં સુલેહનો ભંગ કરવાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News