વૃદ્ધને લૂંટીને મર્ડર કરનાર બંટી-બબલી ઝડપાયા, બે મહિના પહેલા બંનેએ ફ્લીપકાર્ટમાંથી નોકરી મૂકી, રૂપિયાની જરૂર પડતા લૂંટનો પ્લાન ઘડ્યો, જાણો શું છે બનાવ

  • June 08, 2025 04:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના કોઠારિયા રોડ પરની વાલ્કેશ્વર સોસાયટીમાં એકલા રહેતા બરકતભાઇ ગુલામહુશેન લાખાણી (ઉ.વ.70)ની હત્યા કરાયેલી લાશ શુક્રવારે રાત્રે તેમના ઘરમાંથી મળી આવી હતી. વૃદ્ધના શરીર પરથી સોનાના તમામ દાગીના ગાયબ હોવાથી લૂંટ વિથ મર્ડરની થિયરી પર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ગણતરીની કલાકોમાં જ ક્રાઇમ બ્રાંચે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. 


બન્ને લૂંટના હેતુથી જ ઘરમાં ઘુસ્યા હતા

પોલીસે લૂંટ વીથ હત્યાની ઘટનાને અંજામ આપનાર બંટી-બબલીને ઝડપી પાડ્યા છે. પૂછપરછ કરતાં બન્ને લૂંટના હેતુથી જ ઘરમાં ઘુસ્યા હતા, પરંતુ વૃદ્ધે પ્રતિકાર કરતાં તેને પતાવી દીધા હતા. બરકતભાઇ લાખાણીની હત્યા અંગે તેમના નાનાભાઇ રમજાભાઇ લાખાણીએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, બરકતભાઇ એકલા રહેતા હતા, તેમનો પુત્ર આફ્રિકા રહે છે, બરકતભાઇ આઠેય આંગળીમાં સોનાની વીંટી પહેરતા હતા અને ગળામાં સોનાનો ચેઇન પણ પહેરતા હતા, લાશ મળી ત્યારે તમામ દાગીના ગાયબ હોવાથી ઘરેણાંની લૂંટ થયાનું પોલીસ દૃઢ પણે માની રહી હતી, પરંતુ લૂંટારુ કોણ તે પોલીસ માટે મહત્ત્વનો પ્રશ્ન હતો.


યુવક-યુવતીની અટકાયત કરી પૂછપરછ કરાઈ

ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ એસઓજી, ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, બે શંકાસ્પદ ઈસમો છે કે તેઓ વારંવાર ત્યાંથી એક એક્ટિવા લઈને મુવમેન્ટ કરે છે. અલગ અલગ જગ્યાએ તેઓ પોતાના કપડા પણ બદલે છે અને ચહેરો ઢાંકવાનો પ્રયાસ કરે છે. આને ધ્યાનમાં રાખી અલગ અલગ રીતે ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસના અંતે બંનેની અટકાયત કરવામાં આવી અને પૂછપરછ કરવામાં આવી હતી.


બન્ને આરોપી ફ્લિપકાર્ટમાં નોકરી કરતા

વધુમાં જણાવ્યું હતું કે, કિશન વાઢેર અને સ્નેહલ ગોહિલ બંને છોકરો અને છોકરીએ આ ઘટનાનો અંજામ આપ્યો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ લૂંટનો જ હતો. બેન ફ્લીપકાર્ટની અંદર ડિલિવરી બોય તરીકે કામ કરતા હતા. પણ છેલ્લા બે મહિનાથી આ નોકરી મૂકી દીધી હતી. ત્યારબાદ રૂપિયાની જરૂરિયાત જણાતા આ રેકિંગ કરીને લૂંટ અને મર્ડરની ઘટનાને અંજામ આપ્યો હતો. સંપૂર્ણ મુદ્દામાલ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કબ્જે કરવામાં આવ્યો છે અને તેઓએ ગુનાના કામમાં એક્ટિવા વાપર્યું હતું તેને પણ કબ્જે કરાયું છે. કુલ 7,55,000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.


સ્નેહા એક વર્ષથી બરકતભાઈના સંપર્કમં હતી

વધુમાં જણાવ્યું હતું કે, સ્નેહા ગોહિલને એકાદ વર્ષ પહેલા એચડીએફસીની અંદર ગોલ્ડ લોન આપવાનું કામ કરતી હતી ત્યારે ગોલ્ડલોન બહાને બરકતભાઈના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બરકતભાઈ આ છોકરીનો અવારનવાર સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા હતા. તેઓ એકબીજાને ઓળખતા હતા એટલે છોકરી બરકતભાઈના ઘરે અવારનવાર આવતી. આથી બરકતભાઈ સોનાના ઘરેણા પહેરતા હતા તે તેના ધ્યાને આવી ગયા હતા.   



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News