BREAKING NEWS

રાજકોટમાં હાંડા ગેંગે રાત્રે આતંક મચાવ્યો, પોલીસે દિવસે વરઘોડો કાઢ્યો, આરોપીઓને ચાલવાની ત્રેવડ ન રહી, બે હાથ જોડી માફી માંગી, જુઓ વીડિયો

  • October 05, 2025 05:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં મોડી રાત્રે રાણીમા રૂડીમાં ચોક ખાતે મોટી બબાલ થઈ હતી. અચાનક તણાવજનક સ્થિતિ સર્જાઈ હતી, કુખ્યાત હાંડા ગેંગે આતંક મચાવી ત્રણથી ચાર લોકોને નિશાન બનાવી હુમલો કર્યો હતો. હુમલામાં ધોકા અને પાઇપ જેવા ઘાતક હથિયારોનો ઉપયોગ કરાયો હતો, જેને કારણે હુમલાગ્રસ્તોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. એટલું જ નહીં, હુમલાખોરોએ કારના કાચ પણ તોડી નાંખ્યા હતા, જેને કારણે સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો.


આરોપીઓ લંગડાતા લંગડાતા ચાલ્યા

જોકે યુનિવર્સિટી પોલીસે ગણતરીની કલાકમાં આતંક મચાવનાર હાંડા ગેંગના સભ્યોને ઝડપી પાડ્યા હતા. આ તમામ આરોપીઓને ઘટનાસ્થળે લાવી પોલીસે વરઘોડો કાઢ્યો હતો. આ સમયે આરોપીઓ માંડ માંડ ચાલી શકતા હતા. લંગડાતા લંગડાતા ચાલી આરોપીઓએ બે હાથ જોડી લોકોની માફી માંગી હતી. આરોપીઓનું રિકન્ટ્રક્શન જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. 


રાત્રે જ પોલીસના ધાડેધાડા દોડી ગયા હતા

જ્યારે રાત્રે હુમલાની જાણ થતાં પોલીસના ધાડેધાડા રૈયાધાર વિસ્તારમાં દોડી આવ્યા હતા. સ્થળ પર પહોંચીને પોલીસે સ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો અને આસપાસના વિસ્તારમાં ચુસ્ત પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. પોલીસે સીધી કાર્યવાહી શરૂ કરતાં હુમલાખોરોની શોધખોળ શરૂ કરી હતી.


જૂની અદાવતમાં હાંડા ગેંગે આતંક મચાવ્યો હતો

પ્રાથમિક માહિતી મુજબ, બે દિવસ પહેલાં ગેંગના કેટલાક લોકો વચ્ચે માથાકૂટ થઇ હતી. આ જૂની અદાવતને લઈને જવાબી પ્રતિક્રિયા રૂપે આ હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાઈ રહ્યું છે. પોલીસ વિવિધ સીસીટીવી ફૂટેજ, મોબાઈલ કૉલ રેકોર્ડ અને અન્ય ટેક્નિકલ સુત્રોની મદદથી આરોપીઓને પકડી પાડવા માટે ત્વરિત તપાસ ચલાવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application