BREAKING NEWS

નશામાં બેફામ કાર હંકારી કોન્સ્ટેબલે રીક્ષા અને બાઈકને ઉલાળ્યું, કારમાંથી દારૂની બોટલ મળી, 7 લોકોને ઇજા, ગુજરાતની ઘટના

  • October 23, 2025 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

#aajkaal team


સાબરકાંઠાના ઈડરમાં નશાની હાલતમાં પોલીસે અકસ્માત સર્જયો હતો. ઈડરના મોહનપુરા પાટિયા પાસે આ અકસ્માત સર્જયો હોવાની વાત સામે આવી છે, રીક્ષા અને એકટીવાને ટક્કર મારી છે. જેમાં 7થી વધુ લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા છે, વડાલી પોલીસ મથકના ચેતન અંસારીએ અકસ્માત સર્જ્યો હતો.



પોલીસકર્મીની કારમાંથી દારુની બોટલો અને ગ્લાસ મળ્યા


સાબરકાંઠાના ઈડરમાં પોલીસકર્મીએ અકસ્માત સર્જયો હોવાની વાત સામે આવી છે, અકસ્માત સર્જતા 7થી વધુ લોકોને ઈજા પહોંચી છે અને વાહનોને અડફેટે પણ લીધી છે, તો પોલીસ પહોંચતાની સાથે કારમાં રહેલી પોલીસ વર્ધી પણ પોલીસે સગેવગે કરી નાખી છે, ખાખીએ ખાખીની લાજ રાખવા માટે મુદ્દામાલ કર્યો સગેવગે અને ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે, સમગ્ર ઘટનામાં પોલીસે હજી ગુનો નોંધ્યો નથી અને વાત છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.



જિલ્લામાં વધુ એક પોલીસ કર્મચારીએ અકસ્માત સર્જ્યો

સાબરકાંઠામાં કાયદાનું પાલન કરાવનાર ખાખીએ નશો કરેલી હાલતમાં અકસ્માત સર્જયો છે, નવા વર્ષે પીધેલાઓને પકડવા જનાર પોલીસ કર્મીએ જ પીને અકસ્માત સર્જયો છે, ભિલોડા રોડ પર મોહનપુરા પાટિયા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે જેમાં સ્વિફ્ટ કારે ઓટો રિક્ષા અને એકટીવાને મારી ટક્ક અને ગમખ્વાર અકસ્માતમાં સાતથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, દારૂ પીને અકસ્માત કરવો એ કેટલો યોગ્ય જણાય તમે જ કહો અને એ પણ કાયદો જાણનાર પોલીસ જ જો દારૂનો નશો કરશે તો બીજા નાગરિકોને તમે શું કહેશો ? આવી ઘટના અનેક બની છે ગુજરાતમાં જેમાં પોલીસકર્મીઓએ દારૂ પીને અકસ્માત સર્જયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application