ભુલથી લઈ જવાયેલું બાઈક પોલીસે શોધીને પરત આપ્યું

  • June 17, 2025 02:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં ભુલથી લઈ જવાયેલું બાઈક સી.સી.ટી.વી. કેમેરાના માધ્યમથી પોલીસે શોધીને પરત અપાવ્યુ હતુ. 
તા.૧૬.૬.૨૦૨૫ ના રોજ ક.૨૦:૪૫ દરમિયાન અરજદાર છાંયાના એ.સી.સી.રોડ મારૂતિ પાન પાસે રહેતા મંથનભાઇ પરેશભાઇ જોષીએ તેમનુ મોટર સાયકલ પેશન વાધેશ્વરી પ્લોટ, ડો.જાડેજાની હોસ્પીટલ સામે પાર્ક કરેલ હોય અને સાંજના ક.૨૦/૪૫ વાગ્યે જોતા મોટર સાયકલ જોવા મળેલ નહી જે શોધવા માટે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે અરજદાર રૂબરૂ આવી નેત્રમ ઇન્ચાર્જને જાણ કરતા નેત્રમ ઇન્ચાર્જ દ્વારા નેત્રમ સ્ટાફને આ મોટર સાયકલ શોધવા માટે સુચના આપતા નેત્રમ સ્ટાફ દ્વારા અરજદારને પુછપરછ કરતા તે સ્થળ પર એક પેશન બાઇક ત્યાં પડેલ હોય જેથી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત એ.એન.પી.આર.તથા વાહનની ડીટેઇલ ચેક કરતા સ્થળ પર પડેલ મોટરસાઈકલના માલિકના મોબાઇલ નંબર પર કોન્ટેક કરતા તેઓ ભુલથી અરજદારનુ મોટરસાઈકલ લઇ ગયેલ હોય જેથી તેઓને નેત્રમ ખાતે બોલાવી બંન્ને મુળ માલીકને બાઇક પરત કરાવેલ જેથી તેણે નેત્રમ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News