BREAKING NEWS

વ્યાજખોરોથી બચાવવા નાગરિકો માટે પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન

  • December 01, 2025 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરમાં વ્યાજખોરીના દુષણે ફરી માથું ઉચકયું છે ત્યારે લોકોને વ્યાજખોરોના ચુંગાલથી છોડવાવા માટે કાયદાકીય રીતે તો કામગીરી કરી જ રહી છે. સાથોસાથ માનવીય અભિગમ દાખવીને પણ કામ કરી રહી છે. ત્યારે માલવિયાનગર પોલીસે લોકોને વ્યાજખોરોના ચૂંગાલથી છોડાવવા માટે લોનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાજર લોકોને અલગ અલગ પ્રકારની લોનની માહિતી આપવામાં આવી હતી. એટલું જ નહીં ૭ વ્યકિતની અલગ અલગ પ્રકારની રૂ.૪.૫૦ લાખની લોન મંજુર કરાવવા માટેની કાર્યવાહી કરી પોલીસ પ્રજાનો મિત્રના સૂત્રને ફરી સાર્થક કર્યું હતું.


પોલીસ કમીશ્નર બ્રજેશકુમાર ઝા, અધીક પોલીસ કમીશ્નર મહેંદ્ર બગડીયા,ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઈ, એસીપી બી.જે.ચૌધરીની સુચનાથી માલવીયાનગર પોલીસ સ્ટેશન વીસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી બચાવા નાગરિકો માટે લોન મેળાનું અયોજન તથા પોલીસ અને પ્રજ્જન વચ્ચે સમન્વય જળવાય રહે તે માટે ત્રણ વાત તમારી તથા ત્રણ વાત અમારી કાર્યક્રમનું આયોજનનુ આયોજન કરવા સુચના આપી જે મુજબ માલવિયાનગર પોલીસ મથકમાં પીઆઇ જે.આર.દેસાઇ દ્વારા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારના પ્રજાજનોને વ્યાજખોરોના ત્રાસથી બચાવવા માટે લોન મેળાનુ આયોજન કરવામાં આવ્યું હતું.


માલવીયાનગર પોલીસ સ્ટેશનના અધીકારી તથા કર્મચારીઓ તથા સામાજિક આગેવાન રાજુભાઇ ડાભી, મંગલભાઇ મુછડીયા, ભુપતભાઈ ભટ્ટ તથા ઉજ્જીવન બેંક મવડી રોડના બ્રાંચ મેનેનેજર શરદભાઇ ભટ્ટ નાઓના સાથે રહીને લોનમેળાનુ આયોજન કર્યું હતુ. આ લોન મેળામા ૨૫ થી વધારે લોકો હાજર રહ્યા હતા અને લોન મેળાનો લાભ લીધેલ હતો. જેમા કુલ ૩૦ લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપી તેમજ ૭ લોકો અલગ અલગ પ્રકારની રૂ.૪.૫૦ લાખની લોન મંજુર કરાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ૧૫ થી વધુ લોકોને સ્વ સહાય જુથની માહીતી આપી છે. ૨૫ લોકોને સ્વ રોજગારી લોનની માહીતી આપવામા આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application