ગુજરાતમાં રાજકીય પક્ષોને કરોડો રૂપિયા દાનમાં મળ્યા છે. એક વર્ષનમાં જ રાજકીય પક્ષોને 404 કરોડ રૂપિયા દાન મળ્યું છે. જેમાં એકલા ભાજપને જ 401 કરોડ રૂપિયા દાનમાં મળ્યા છે. એટલે કે કુલ મળેલા રૂપિયામાંથી 99 ટકા તો ભાજપને દાનમાં રૂપિયા મળ્યા છે. અન્ય પક્ષોને વાત કરીએ તો કોંગ્રેસને 2.455 કરોડ અને 0.075 કરોડ રૂપિયા મળ્યા છે.
એડીઆર (એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ) દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, નાણાકીય વર્ષ 2023-24માં ભાજપને કોર્પોરેટ અને બિઝનેસમેનો પાસેથી 1373 દાન પ્રાપ્ત થયા છે. જેમાં તેમને 365.114 કરોડનું દાન મળ્યું છે. આમ, ભાજપને એક વર્ષમાં જે કુલ દાન મળ્યું છે તેમાંથી 90 ટકાથી વધુમાં કોર્પોરેટ જૂથ-બિઝનેસ હાઉસનું યોગદાન છે. જેની સરખામણીએ કોંગ્રેસને 6 કોર્પોરેટ જૂથ પાસેથી 2.027 કરોડ રૂપિયાનું દાન મળેલું છે.
ભાજપને 736 વ્યક્તિગત દાન મળ્યા
બીજી તરફ આપને 3 કોર્પોરેટ જૂથ પાસેથી દાન પ્રાપ્ત થયું છે. ભાજપને 736 વ્યક્તિગત પાસેથી 36.798 કરોડ રૂપિયાનું દાન મળ્યું હોવાની વિગત સામે આવી છે. કોંગ્રેસને વ્યક્તિગત તરફથી 30 જેટલા દાન મળેલા છે. રાજકીય પક્ષોને દાન આપવામાં બિલ્ડરો-કોન્ટ્રાક્ટરો મોખરાનું સ્થાન ધરાવે છે. ઉલ્લેખીય છે કે, દરેક રાજકીય પક્ષોએ નાણાકીય વર્ષ દરમિયાન મળેલા દાનની વિગત ચૂંટણી પંચને 30 સપ્ટેમ્બર સુધી ફરજિયાત આપવાની હોય છે. વર્ષ 2016-17માં ભાજપને 174 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. આમ, 9 વર્ષમાં ભાજપને મળેલા દાનમાં બમણાથી પણ વધુનો વધારો થયો છે.
પાનકાર્ડ વગર દાતાઓએ ભાજપને 1.33 કરોડ આપ્યા
પાન કાર્ડ વગર બેંકમાં પોતાના ખાતામાં જ નાણા જમા થઈ શકતા નથી કે લોન મેળવી શકાતી નથી, પરંતુ રાજકીય પક્ષોને દાન મળી શકે છે. 2023-24માં ગુજરાતમાંથી પાનકાર્ડ વગર ભાજપને 1.33 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. જેમાંથી બહુ ઓછી જાણીતી નારાયણ રિયલ્ટી એન્ડ સાઈરૂચી નામની કંપનીએ એકલા 50 લાખ ડોનેશન કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech