BREAKING NEWS

જામનગર : બીએપીએસના વડા પૂ.મહંત સ્વામી મહારાજનું જામનગરમાં આગમન

  • November 08, 2025 05:17 PM 


જામનગરમાં લાંબા સમય બાદ બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ.મહંત સ્વામી મહારાજનું ગઇકાલે આગમન થતાં હરીભકતોમાં આનંદ છવાયો છે, પૂ.સ્વામી જામનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે, ભકતોએ ગઇકાલે કલાત્મક રંગોળી કરીને તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતું, છોટીકાશીમાં તેઓ પધારતા બાળકો અને યુવાનોએ વિવિધ વેશભુષા ધારણ કરી ઘ્વજા ફરકાવી તેમનું સ્વાગત કર્યુ હતું. આગામી તા.૨૧ સુધી પૂ.મહંત સ્વામી જામનગરમાં બીરાજમાન રહેશે અને આ દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, આવતીકાલે રવિવારે સાંજે ૬ વાગ્યે પુજા દર્શન અને ત્યારબાદ ૬ થી ૮ સ્વાગત સભાનું આયોજન કરવામાં આવ્યું છે. 


ગઇકાલે સ્વામીજી પધારતા જામનગર, ખંભાળીયા, ભાણવડ સહિતના વિસ્તારોમાંથી હરીભકતો હાજર રહ્યા હતાં અને જામનગરના કોઠારી ધર્મનિધી સ્વામી સહિતના અન્ય સંતોએ તેમનું સ્વાગત કર્યુ હતું.

​​​​​​​


 તેમના આગમન નિમિતે સેંકડો સંતો, હજારો હરીભકતોએ નિર્જળા સજળા ઉપવાસ, ધારણા-પારણા વ્રત તેમજ ભાવતી વસ્તુઓનો ત્યાગ જેવા તપ અને વ્રત કર્યા હતાં અને માળા, પ્રદક્ષીણા, પંચાગ પ્રણામ અને સહજાનંદ નામાવલી પાઠ કરી ભકતોએ શ્રઘ્ધા વ્યકત કરી હતી. 


પૂ.મહંત સ્વામીએ હરીભકતોને આર્શીવાદ આપ્યાા હતાં અને કહ્યૂં હતું કે અહીં આવીને મને આનંદ થયો છે, આપ સર્વેની સેવા, ભકિત અદભૂત છે અને ઉત્તરોતર વધતી રહે તે અભિનંદનીય છે, તા.૯ વ્હાલાના વધામણા, તા.૧૦ મહીલા સંમેલન, તા.૧૧ મીશન રાજીપો, તા.૧૨ જામનગર ગ્રામ્ય દિન, તા.૧૩ ભાદરા ગ્રામ્ય દિન, તા.૧૪ વિદ્યા મંદિર દિન સહયોગી અભિયાન સવારે, તા.૧૬ અન્નકુટ દર્શન, તા.૧૮ યુવા તાલીમ કેન્દ્ર, તા.૧૯ પારસમણી, તા.૨૧ વિદાય યોજાશે. આમ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે, લાંબા સમય બાદ પૂ.મહંત સ્વામી જામનગર પધારતા ભકતોમાં આનંદની લાગણી જન્મી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application