આકાશવાણી રાજકોટ કેન્દ્ર દ્વારા આવતીકાલે રવિવાર, તા. ૦૯-૧૧-૨૦૨૫ના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે “સહિયર” કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં “સમાજમાં દીકરા-દીકરી વચ્ચે થતા ભેદભાવ” વિષય પર વિશેષ ચર્ચા યોજાશે. આ ચર્ચામાં એડિશનલ કલેક્ટર રેખાબા સરવૈયા પોતાના વિચારો રજૂ કરશે.
ઉલ્લેખનીય છે કે રેખાબા રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં તો પદ પર છે જ પરંતુ તેઓનું નામ સાહિત્યમાં પણ જાણીતું છે.લઘુકથા, કવિતા,વાર્તા xetre નોંધપાત્ર પ્રદાન છે, અનેક પુરસ્કારો પણ તેઓના નામે બોલે છે.
કાર્યક્રમનું નિર્માણ અટલ શર્મા અને ભાવના ડોશીએ કર્યું છે.આ કાર્યક્રમ આકાશવાણી રાજકોટ ઉપરાંત અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી પણ સંયુક્ત પ્રસારિત થશે.
શ્રોતાઓ આ કાર્યક્રમને આકાશવાણીના M.W. 370.3 મીટર્સ / 810 KHz પર તેમજ ઓનલાઇન લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા પણ સાંભળી શકશે.
લાઇવ સ્ટ્રીમિંગ માટેની લિંક: https://akashvani.gov.in/radio/live.php