પોરબંદર મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૪-૨૫નું રિવાઇઝડ બજેટ અને વર્ષ ૨૦૨૫-૨૬નું ડ્રાફટ બજેટ તૈયાર કરવામાં આવતા પત્રકારોની ઉપસ્થિતિમાં આ બજેટ જાહેર કરવામાં આવ્યુ હતુ. જેમાં ૧.૮૨ કરોડની પુરાંતવાળુ વિકાસલક્ષી બજેટ રજૂ થતા તેને વધાવી લેવામાં આવ્યુ હતુ.
પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદનું પ્રથમ બજેટ જિલ્લા કલેકટર કમ વહીવટદાર એસ.ડી. ધાનાણી અને મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર એચ. જે. પ્રજાપતિની ઉપસ્થિતિમાં રજૂ કરવામાં આવ્યુ હતુ જેમાં ૮૬૯ કરોડની ઉપજ સામે અંદાજિત ૮૬૭ કરોડનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે અને ૧.૮૨ કરોડની પુરાંતવાળુ વિકાસલક્ષી બજેટ મંજૂર થયુ છે.
અનેક વિકાસકામો ધમધમશે
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રથમ બજેટમાં અનેક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રતનપર નજીકની પથ્થરની પડતર ખાણોને ગુફા તરીકે વિકસાવવા માટે નિર્ણય લેવાયો છે તે ઉપરાંત રતનપરના બીચને પણ ટુરીઝમ ક્ષેત્રે વિકસાવવા નિર્ણય લેવાયો છે. પોરબંદરમાં મહારાજા નટવરસિંહજી આર્ટ ગેલેરી, શહેરની શોભા વધારતા ફૂવારા અને રાજાશાહી જમાનાની સ્ટેટ લાઇબ્રેરીનું રિનોવેશન કરવામાં આવશે. પોરબંદરમાં સમાવિષ્ટ થયેલા નવા ગામડાઓમાં બગીચાની સુવિધાઓ આપવામાં આવશે. એટલું જ નહીં પોરબંદરનું હાર્ટ એવી ચોપાટીનું પણ અપગ્રેડેશન કરવામાં આવશે. પોરબંદરમાં સ્ટ્રીટલાઇટની સમસ્યા ગંભીર બની છે ત્યારે ા. ૩૦ કરોડના ખર્ચે નવી સ્ટ્રીટલાઇટ ફીટ કરવામાં આવશે. એટલું જ નહી પરંતુ પોરબંદરમાં ટ્રાફિક સિગ્નલો બંધ છે તેથી નવા ટ્રાફિક સિગ્નલ પણ કાર્યરત કરવામાં આવશે. પોરબંદર શહેરમાં સાંસ્કૃતિક કાર્યક્રમોના સુંદર આયોજન માટે ા. ૪૦ કરોડના ખર્ચે ટાઉનહોલ બનાવવાની પણ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. પોરબંદર શહેર મધ્યે આવેલા રેલ્વેફાટકને લીધે લોકોનો કિંમતી સમય બરબાદ થાય છે તેથી ફાટક પરની ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ા. ૮૦ કરોડના ખર્ચે ઓવરબ્રીજ બનાવવાની વિચારણા પણ થઇ હતી. પોરબંદર મહાનગરપાલિકાના વિકાસલક્ષી બજેટમાં ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યુ હતુ કે રાજ્ય સરકાર પોરબંદરના વિકાસ માટે હરહંમેશ કટિબધ્ધ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech