BREAKING NEWS

જામનગર : વીજચોરીના ખોટા આક્ષેપો સાથે કરેલ દાવો પાછો ખેંચતી વીજ કંપની

  • November 22, 2025 01:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પીજીવીસીએલ દ્વારા જામનગરના આસામી વિમલભાઇ જેઠાલાલ મંગેને ચેકીંગને આધારે રૂ. ૧,૪૪,૮૦૮ નું વીજચોરીનું બીલ આપવામાં આવેલ હતું. જે બીલ વિમલભાઇ દ્વારા ભરપાઇ કરવામાં ન આવતા વીજ કંપની દ્વારા વિમલભાઇ સામે અરસામાં જામનગર ખાતે સીનીયર સિવીલ કોર્ટમાં રૂ. ૧,૪૪,૮૦૮ વસુલ મેળવવા દાવો દાખલ કરવામાં આવેલ. જે બાદ વિમલભાઇ દ્વારા દાવામાં બચાવ કરવા વકીલ રાખવામાં આવેલ અને જવાબ રજુ કરવામાં આવેલ.


 ત્યારબાદ મજકુર દાવો પુરાવા ઉપર આવતા વીજ કંપનીના અધિકારી દ્વારા રજુ કરવામાં આવેલ પુરાવાના સોગંદનામા ઉપર તેમની ઉલટ તપાસ લેવામાં આવેલ. જે ઉલટ તપાસમાં નાયબ ઇજનેર દ્વારા પ્રતિવાદી સામે જે દાવો દાખલ કરેલછે. તેમાં જે વીજચોરીનું બીલ આપવામાં આવેલ છે તે બીલ ખોટું છે તેવું કબુલ કરવામાં આવેલ. ઉપરાંત ઉલટ તપાસમાં એવી પણ કબુલાત કરેલ કે હાલના દાવામાં જણાવેલ દુકાન અન્ય ત્રાહિત વ્યકિતની માલિકી તથા કબજા ભોગવટાની હોવા છતાં અમોએ હાલના દાવામાં વિમલ જેઠાલાલ મંગે સામે ખોટી રીતે તેમને પક્ષકાર બનાવી ખોટો દાવો દાખલ કરેલછે.


જે બાદ વીજ કંપની પાસે દાવો પરત ખેંચવા સિવાય બીજો કોઇવિકલ્પ ન હોય અનેદાવો ચલાવવાથી વધારે નુકશાન થાય તેવું સ્પષ્ટ લાગતા દાવો પાછો ખેંચવાની પુરશીશ રજુ કરવામાં આવેલજે બાદ કોર્ટ દ્વારા દાવો પરત કરવાનો હુકમ કરવામાં આવેલ. આ દાવામાં વીજ કંપની દ્વારા એક નિર્દોષ વ્યકિત સામે દાવો દાખલ કરીતેમને હેરાન કરવામાં આવેલ તે સાબિત થઇ ગયેલ છે અને વીજ કંપની પણ ખોટા દાવા દાખલ કરે છે તે પણ સ્પષ્ટ થયેલ છે. આ દાવામાં પ્રતિવાદી તરફે વકીલ વસંત ડી. ગોરી, દીપક નાનાણી તથા નેહલ સંચાણીયા રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application