જંગલેશ્વરમાં સોમવાર સવારથી વીજજોડાણ કટ કરાશે, વીજતંત્રનો સર્વે શરૂ
જંગલેશ્વરમાં સોમવાર સવારથી વીજજોડાણ કટ કરાશે, વીજતંત્રનો સર્વે શરૂ
February 21, 2026 05:04 PM
ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે લીલી ઝંડી આપ્યા બાદ આજે સવારથી શહેરના જંગલેશ્વર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્રારા હાથ ધરાયેલા ડિમોલિશન સંદર્ભે પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની ઈજનેર ટુકડી પણ સંકલનમાં સાથે રહી છે. જેમાં સોમવારથી વિજજોડાણો કાપવાનું અને શિફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું શહેર વર્તુળ કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.
જંગલેશ્વર વિસ્તારના ૧૪૯૮ જેટલા દબાણો સામે મહાનગરપાલિકા સહિતના સત્તાવાળાઓએ હાથ ધરેલી કાર્યવાહીમાં પીજીવીસીએલના કોઠારીયા રોડ સબ ડિવીઝનના ઈજનેરો સહિતના અધિકારીઓ અને લાઈન સ્ટાફ સંકલનમાં સાથે રહીને કામગીરી બજાવી રહ્યા છે. જેમાં આગામી સોમવારથી ડિમોલીશનમાં જે દબાણો આખા દૂર કરવાના છે તેના વીજ મીટર ઉતારી લેવાનું અને જે મકાનો અંશત: દૂર થનાર છે તેના જોડાણો કાપવાની કાર્યવાહીમાં જરુર જણાશે ત્યાં મીટર શિફ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે આ માટે આજથી જ સર્વે શરુ કરી દેવાયો છે. પીજીવીસીએલની ટીમ મહાપાલિકાના ઈજનેરોની ટીમ સાથે આજે સવારથી જ સમગ્ર વિસ્તારમાં ફેરણી કરીને હોમવર્ક કરી રહી છે.