ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઇ અને એલઆરડી કેડરની જગ્યાઓમા ભરતી કસોટીની તૈયારીઓ શરૂ કરી છે. આવતીકાલથી શારીરિક કસોટીનો પ્રારંભ થશે.જૂનાગઢમાં પીટીએસ તાલીમ કેન્દ્ર ગ્રાઉન્ડ ખાતે આવતીકાલથી પોલીસ ભરતી માટેની શારીરિક કસોટીનો પ્રારંભ થશે. પોલીસ તાલીમ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર કસોટીમાં અંદાજિત 41 હજાર ઉમેદવારો પ્રેક્ટીકલ પરીક્ષા આપશે.કસોટી પૂર્વે ઉમેદવારોનું બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન કરવામાં આવશે.ડીવાયએસપી, પી.આઈ સહિત 150 પોલીસ કર્મીઓ બંદોબસ્ત માટે ખડેપગે રહેશે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયાની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. જૂનાગઢ પીટીએસ ગ્રાઉન્ડ ખાતે આવતીકાલ 21 જાન્યુઆરીથી 13 માર્ચ સુધી શારીરિક કસોટી યોજાશે.
જેમાં રાજ્યભરના 41 હજાર યુવા ઉમેદવારો પોલીસમાં જોડાવાનું સપ્નું સાકાર કરવા ગુલાબી ઠંડીમાં દોટ લગાવશે.ભરતી પ્રક્રિયાની કસોટીમાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારનું બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન કરવામાં આવશે.સીસીટીવી નીગરાની હેઠળ સમગ્ર પ્રક્રિયા રેકોર્ડ કરવામાં આવશે. આવતીકાલે બુધવારે પ્રથમ દિવસે 700, ત્યારબાદ બીજા દિવસે 1200 અને ત્યાર પછી દૈનિક 1600 ઉમેદવારો કસોટી આપશે. પીએસઆઇ અને એલઆરડીની શારીરિક કસોટી તૈયારીઓ સંદર્ભે એસપી ઠક્કર દ્વારા ગ્રાઉન્ડ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કસોટી પરીક્ષા દરમિયાન 2 ડીવાયએસપી, 2 પી.આઈ તથા 150 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં રહેશે.દોડ કસોટીમાં ટેકનોલોજીના માધ્યમથી સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application