અરબી સમુદ્રમાં શરૂ થયેલી સિસ્ટમમાં લો પ્રેશર સર્જાવાને કારણે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે પવન સાથે હળવા ભારે વરસાદ પડી રહ્યો છે. તેમાં ગઈકાલે સાંજે અમરેલી જિલ્લામાં હવામાનમાં પલટો આવવા સાથે અમરેલી શહેરમાં સાંજના સમયે ધોધમાર સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં અનેક સ્થળો પાણી ભરાયા હતા. જનજીવનને પણ અસર પહોંચી હતી. જ્યારે લાઠી ખાતે આવવાની જ બાબરા અને બગસરામાં અડધો ઇંચ વરસાદ વરસી જવા પામ્યો હતો.
જુનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે પોણા બે ઇંચ માંગરોળ સવાઈ માળીયા અડધો ઇંચ જ્યારે વંથલી અને કેશોદ પંથકમાં ઝાપટા વરસ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લામાં પાટણ વેરાવળ પંથકમાં ભારે પવન સાથે પોણો ઈચથી વધુ વરસાદ પડી જવા પામ્યો હતો. જેને કારણે વૃક્ષો ધરાશાયી થવાના બનાવ બન્યા હતા. તાલાલા પંથકમાં ઝાપટા વરસ્યા હતા. આ ઉપરાંત બોટાદના ગઢડા અને ભાવનગરના ગારીયાધાર પંથકમાં પણ વરસાદી ઝાપટા પડયા હોવાના વાવડ મળ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેવડાવાડીમાં ધોળા દિવસે સોની વેપારીના ઘરમાં ચોરી કરનાર મુંબઇનો શખસ ઝડપાયો
June 16, 2025 03:16 PMમારી ગાડીના કાચ તમારા સમાજના લોકોએ જ તોડ્યા, કહી યુવાનને હડધૂત કરી ધમકી
June 16, 2025 03:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech