BREAKING NEWS

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭ માટે તૈયારીઓ આરંભાઈ

  • August 07, 2026 01:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ત્રણ વર્ષ બાદ યોજાનારી આગામી 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭' ને લઈને ગુજરાત સરકારે અત્યારથી જ વ્યાપક તૈયારીઓ આરંભી દીધી છે. રાયના નવા સેકટરોમાં વિદેશી રોકાણ વધારવા અને વૈશ્વિક બજારમાં ગુજરાતની ભાગીદારી મજબૂત કરવાના હેતુસર આ સમિટમાં મુકત વ્યાપાર કરાર (એફ.ટી.એ) પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. દેશની કુલ આર્થિક વિકાસ યાત્રામાં આશરે ૩૦ ટકા જેટલી હિસ્સેદારી ધરાવતું ગુજરાત આગામી સમયમાં વૈશ્વિક વેપારનું હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે. સમિટની પૂર્વ તૈયારીઓના ભાગપે આગામી ૧૦૦ દિવસ દરમિયાન મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સિનિયર મંત્રીઓની આગેવાની હેઠળ એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ અમેરિકા, કેનેડા, જાપાન, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા સહિતના પ્રમુખ દેશોના સત્તાવાર પ્રવાસે જશે. આ મહત્વપૂર્ણ ડેલિગેશનમાં ૧૫ કરતા વધુ સચિવો (સેક્રેટરીઓ) પણ જોડાશે, જે વૈશ્વિક રોકાણકારો સાથે સીધા સંવાદ કરી સમજુતી કરાર અને વ્યાપારિક ભાગીદારીને આકાર આપશે.
રાય સરકાર દ્રારા જે દેશો અને સંગઠનો સાથે મુકત વ્યાપાર કરાર હેઠળ નિકાસ વધારવાની રણનીતિ ઘડવામાં આવી છે, તેમાં યુરોપિયન યુનિયનના ૨૭ દેશો, યુનાઇટેડ કિંગડમ, મધ્ય પૂર્વના દેશો, ઓમાન, યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશનના સભ્ય દેશો (સ્વિટઝર્લેન્ડ, નોર્વે, આઇસલેન્ડ), ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ આરબ અમીરાત (યુએઈ) તેમજ આફ્રિકન દેશ મોરેશિયસનો સમાવેશ થાય છે.
આ કરારો થકી ગુજરાતના અર્થતંત્રને પાંચ મહત્વના ક્ષેત્રોમાં સીધો અને મોટો ફાયદો થશે.ગુજરાત સરકારની આ સુઆયોજિત રણનીતિ રાયના લઘુ, મધ્યમ અને મોટા ઉધોગોને વૈશ્વિક સ્તરે નવી ઐંચાઈઓ સર કરવામાં સીમાચિ઼પ સાબિત થશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application