BREAKING NEWS

વોટર રિ–સાયકલની નવી પોલિસી લાવવાની તૈયારી શહેરી વિકાસ વિભાગને નિયમન માટેની જવાબદારી

  • January 06, 2026 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત સરકાર દ્રારા ૨૦૨૦માં વોટર રિસાયકલ પોલીસીનો અમલ કરવામાં આવ્યો હતો પરંતુ જેની અમલવારીમાં જોઈએ તેવી સરકારને સફળતા મળી ન હતી પરિણામે રાય સરકાર દ્રારા આગામી દિવસોમાં વોટર રિસાયકલ પોલીસી ૨ લાવવાની તૈયારીઓ શ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઔધોગિક એકમો, રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને શહેરી નાગરિક સંસ્થાઓ માટે રિસાયકલ પાણીનો ઉપયોગ ફરજિયાત બનાવશે.આ માટે ખાસ સુધારો કરવામાં આવનાર છે.
હવે રાયના શહેરી વિકાસ વિભાગ  પાણીના ઉપયોગની પદ્ધતિનું નિરીક્ષણ અને નિયમન કરશે. જે અત્યાર સુધી, પાણી પુરવઠા વિભાગ દ્રારા કરવામાં આવતું હતું
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, રાયમાં લગભગ ૪,૩૦૦એમ.એલડી (દિવસ દીઠ મિલિયન લિટર) ઔધોગિક ગંદા પાણી અને ગટરનું શુદ્ધિકરણ કરવામાં આવે છે, પરંતુ જેમાંથી માત્ર ૧,૦૦૦ એમ એલ ડી જ પાણીનો ફરીથી ઉપયોગમાં કરવામાં આવે છે, જેમાં મોટાભાગનું રિસાયકલ પાણીનો મોટો હિસ્સો જળાશયોમાં છોડવામાં આવે છે.
ગંદા પાણી અને ગટરના શુદ્ધિકરણનો ખર્ચ દર પ્રતિ ૧,૦૦૦ લિટર માટે લગભગ ૧૦ પિયા છે. પ્રક્રિયા કરાયેલ ગંદા પાણી અને ગંદા પાણીનો મોટાભાગનો ઉપયોગ ન થવાને કારણે બગાડ થાય છે. આ બગાડવાની અટકાવવા રાય સરકાર દ્રારા આ નીતિમાં મહત્વના ફેરફાર કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં, મોટાભાગના શુદ્ધ પાણીનો ઉપયોગ ખેતીમાં થાય છે. ઉધોગો જળ સંસાધન વિભાગ અને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ પાસેથી પાણી ખરીદતા આવ્યા છે. હવેથી, આ પદ્ધતિનું નિરીક્ષણ યુડીડી  દ્રારા કરવામાં આવશે. હવે ઉધોગો, નાગરિક સંસ્થાઓ, રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને અન્ય લોકો માટે શુદ્ધ પાણીનો ઉપયોગ કરવો ફરજિયાત બનશે. તેમના માટે પ્રોત્સાહન એ રહેશે કે શુદ્ધ પાણી તેઓ હાલમાં જે પાણી મેળવી રહ્યા છે તેના કરતાં સસ્તું ભાવે મળશે, અધિકારીઓએ જણાવ્યું.
અધિકારીઓના મતે, ઉધોગો, નાગરિક સંસ્થાઓ, રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને અન્ય લોકોએ તેમના વપરાશના પ્રમાણમાં શુદ્ધ પાણીનો ઉપયોગ કરવો પડશે.
જે ઉધોગોને પાણીની વધુ જરિયાત હોય તેમણે પ્રમાણસર વધુ માત્રામાં શુદ્ધ પાણી ખરીદવું પડશે. રિયલ એસ્ટેટ ડેવલપરોએ પણ તેમની જરિયાતો માટે ભૂગર્ભજળ પરની નિર્ભરતા ઘટાડવી પડશે, આ વિકાસ સાથે સંકળાયેલા નજીકના સૂત્રોએ જણાવ્યું હતું.
સત્તાવાર સૂત્રોએ સ્વીકાયુ કે ૨૦૨૦ માં જાહેર કરાયેલ હાલની પાણી પુન:ઉપયોગ નીતિના લયો પ્રા થયા નથી. પ્રસ્તાવિત પાણી પુન:ઉપયોગ નીતિનો હેતુ રાયમાં રવિ સાઈકલ્ડ પાણીનો મહત્તમ ઉપયોગ કરવાનો રહેશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News