BREAKING NEWS

રાજ્યમાં ૮મા પગારપંચના અમલ અંગે શૈક્ષિક મહાસંઘની પ્રાંત કક્ષાએ રજૂઆત

  • April 22, 2026 08:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જિલ્લ । રાજકોટ દ્વારા ૮મા પગાર પંચ સંદર્ભે તથ્યઆધારિત અને વૈજ્ઞાનિક ગણતરીઓ પર આધારિત વ્યાપક ભલામણો પ્રાંત કક્ષાએ રજૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા રચાનાર ૮મા પગાર પંચ માટે વિવિધ સંસ્થાઓ પાસેથી સૂચનો માંગવામાં આવતા, શિક્ષક હિતને ધ્યાનમાં રાખીને જિલ્લ કિક્ષાએથી આ મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે.
૭મા પગાર પંચના અમલ બાદ લાંબા સમયગાળામાં મોંઘવારી, રહેણાંક ખર્ચ, શિક્ષણ, આરોગ્ય તથા દૈનિક જીવનની આવશ્યકતાઓમાં નોંધપાત્ર
વધારો થયો છે.
સુપ્રીમ કોર્ટના માર્ગદર્શક સિદ્ધાંતોને આધારે રહેણાંક, ઈંધણ, વીજળી, પાણી, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સામાજિક અને ટેક્નોલોજી ખર્ચને ધ્યાનમાં રાખીને ન્યૂનતમ વેતન આશરે રૂા. ૬૯,૦૦૦ હોવું જોઈએ તેવી ભલામણ કરવામાં આવી છે.
હાલના ૨.૫૭ના ફિટમેન્ટ ફેક્ટરને વધારીને ૩.૬૮થી ૩.૮૩ સુધી લાવવા તેમજ રૂા. ૧૮,૦૦૦ના વર્તમાન ન્યૂનતમ બેઝિક પગારને વધારી રૂા.૬૪,૦૦૦ થી રૂા.૬૯,૦૦૦ સુધી લાવવા સૂચવાયું છે. મોંઘવારી ભથ્થું ૫૦%થી વધુ થતાં તેને બેઝિક પગારમાં મર્જ કરવાની પણ માંગ કરવામાં આવી છે. વેતન માળખાને સરળ બનાવવા
માટે પે લેવલ્સમાં રેશનલાઈઝેશન કરવાની ભલામણ કરવામાં આવી છે, જેમાં વિવિધ લેવલ્સને મર્જ કરીને વેતન ગેપ ઘટાડવાની અને કારકિર્દી વિકાસને પ્રોત્સાહન આપવાની દિશામાં સૂચનો આપવામાં આવ્યા છે. ઉપરાંત, શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે વધારાની લાયકાત ધરાવતા તથા વધારાના ચાર્જ સંભાળતા કર્મચારીઓને બેઝિક પગારના ૧૦ ટકા જેટલું વધારાનું ભથ્થું આપવાની માગ સાથે જ વધારાની ફરજ, ઓવરટાઈમ અને રજાના દિવસે કાર્ય માટે યોગ્ય વેતન ચૂકવણી ફરજિયાત કરવાની
જરૂરિયાત દર્શાવવામાં આવી છે. નિવૃત કર્મચારીઓના હિતમાં પેન્શન વ્યવસ્થામાં સુધારા કરીને તેમને
એચઆરએ સહિતના લાભો આપવાની ભલામણ કરવામાં આવી છે.
મહાસંઘ વતી જિલ્લ | અધ્યક્ષ સંજયભાઈ હુંબલ અને જિલ્લ । મહામંત્રી સાગરભાઈ પોપટના જણાવ્યા મુજબ કેન્દ્રમાં ૮મા પગાર પંચનો અમલ થાય તે સાથે જ રાજ્યમાં પણ તાત્કાલિક અમલ થવો જોઈએ.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જિલ્લ | રાજકોટ દ્વારા રજૂ કરાયેલ તમામ ભલામણો તથ્ય, વૈજ્ઞાનિક અભિગમ અને વર્તમાન આર્થિક પરિસ્થિતિના આધારે તૈયાર કરવામાં આવી છે. આથી પ્રાંત કક્ષાએ આ ભલામણોને સમાવી ૮મા પગાર પંચ સમક્ષ રજૂ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application