BREAKING NEWS

ખાનગી ટ્રાવેલ્સ પર પથ્થરમારો કરી નુકશાન કરનાર કાચતોડ ગેંગ સંદર્ભે રજૂઆત

  • November 24, 2025 04:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ-અમદાવાદ હાઇવે રામવન નજીક ત્રણ માસ પૂર્વે ૨૫ જેટલી ખાનગી ટ્રાવેલ્સ બસના કાચ ફોડવાની ઘટના સામે આવી હતી ત્યારે બે દિવસ પૂર્વે ફરી એકવાર રાત્રીના ખાનગી ટ્રાવેલ્સની ૮ બસો પર પથ્થરમારો કરી કાચતોડ ટીખડીખોર ગેંગે આતંક મચાવતા આ તત્વોને ઝડપી કડક કાર્યવાહી કરવા ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા સીપી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી માંગ કરવામાં આવી હતી.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો રાજકોટના આજીડેમના પુલ નજીક રામવન પાસે વડોદરા, સુરત, પુના અને મુંબઈ જતી પેસેન્જરોથી ભરેલી અલગ અલગ ટ્રાવેલ્સની કુલ આઠ બસ પર પથ્થરમારો કરવામાં આવતા પસાર થતી આઠેય બસના કાચ ફૂટી ગયા હતા. અને મોટો અકસ્માત સર્જાવાની દહેશત ઉભી થઇ હતી.


અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ત્રણેક માસ પૂર્વે પણ રામવન નજીક જ આશરે 25 જેટલાં બસ પર પથ્થરમારો કરી કાચ ફોડી નાખવામાં આવ્યા હતા જે અંગે ફરિયાદો પણ નોંધાવી હતી છતાં ગઈકાલે રાત્રે ફરીવાર તે જ સ્થળે આઠ બસ પર પથ્થરમારો કરીને કાચ ફોડી નાખવામાં આવ્યા હતા. તેમણે અહીં માંગ કરી હતી કે, પોલીસે પેટ્રોલિંગ વધારી આ પ્રકારની ઘટનાઓ બનતી અટકાવવી જોઈએ અને ટીખળખોરોને પકડી કાયદાનું ભાન કરાવવા જુદી જુદી ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો તેમજ એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application