BREAKING NEWS

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું રાજકોટમાં ભવ્ય સ્વાગત; સોમનાથ દાદાના દર્શનાર્થે રવાના

  • October 10, 2025 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગઇકાલે તા.૯ને ગુરૂવારે ઢળતી સાંજે રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું.


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાજકોટ એરપોર્ટ ખાતે પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા, મેયર નયનાબેન પેઢડીયા, સંસદસભ્યો રામભાઇ મોકરીયા અને કેસરીદેવસિંહજી ઝાલા, શહેર પોલિસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એનસીસી રાજકોટના કમાન્ડન્ટ બ્રિગેડીયર લોગનાથન તથા કલેકટર ડો.ઓમ પ્રકાશે પુષ્પગુચ્છ આપીને આવકાર્યા હતા.


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમની ગુજરાત રાજયની ત્રિદિવસીય મુલાકાતના ભાગરૂપે રાત્રિરોકાણ માટે રાજકોટ પધાર્યા હતા અને આજે સવારે સોમનાથ જવા રવાના થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application