BREAKING NEWS

રાષ્ટ્ર્રપતિ દ્રોપદી મુર્મુ ૧૦ અને ૧૧ ઓકટોબરે સોરઠના પ્રવાસે આવશે

  • October 03, 2025 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાષ્ટ્ર્રપતિ દ્રૌપદી મુર્મૂ  આવતા સાહના અંતે સોરઠના મહેમાન બનશે. સંભવત ૧૦,૧૧ ઓકટોબર એશિયાટીક સિંહોના ગઢ સાસણગીરની મુલાકાત અને સિંહ દર્શન અંગે ગતિવિધિઓ થઈ રહી છે. સિંહોના મેટિંગ પિરિયડ અને મોન્સૂનને લઇ ૧૬ ઓકટોબર સુધી સાસણગીર પ્રવાસીઓ માટે બધં રહે છે પરંતુ રાષ્ટ્ર્રપતિની મુલાકાત અન્વયે આ વર્ષે સિંહ સદન એક સાહ વહેલું શ કરી દેવાશે. વન વિભાગ દ્રારા તૈયારીઓનો ધમધમાટ થઈ રહ્યો છે.
એશિયાટીક સિંહોના ગઢ ગણાતા સાસણગીરમાં ૧૫ જુનથી ૧૬ ઓકટોબર સુધી વેકેશન રહે છે. પ્રવાસીઓ માટે સિંહ દર્શન થતા નથી. આવતા સાહે રાષ્ટ્ર્રપતિ દ્રોપદીમુર્મૂ ગુજરાતના મહેમાન બનશે. અને મુલાકાત દરમિયાન સંભવત ૧૦,૧૧ ઓકટોબર બે દિવસ સાસણગીરની મુલાકાત અને સિંહ દર્શનનું આયોજન પણ થઈ રહ્યું છે. રાષ્ટ્ર્રપતિના આગમન પૂર્વે વન વિભાગ પોલીસ તત્રં અને વહીવટી તત્રં દ્રારા વિવિધ દિશાઓમાં તૈયારીઓ શ કરવામાં આવી છે. અત્રે ઉલ્લ ેખનીય છે કે મોનસુન અને સિંહના મેટિંગ પિરિયડના કારણે સાસણગીર ૧૫ જૂનથી ૧૫ ઓકટોબર સુધી પ્રવાસીઓ માટે બધં રહે છે. પરંતુ આ વખતે રાષ્ટ્ર્રપતિની મુલાકાત સંદર્ભે સિંહ સદન નિર્ધારિત દિવસો કરતા એક સાહ વહેલું શ થાય તેવી તૈયારીઓ હાથ ધરી છે. સૂત્રોમાંથી પ્રા વિગત મુજબ સંભવત એક સાહ પૂર્વે એટલે કે ૭ ઓકટોબરથી સાસણગીર ખુલી જશે. વન વિભાગ દ્રારા રાષ્ટ્ર્રપતિની મુલાકાત અન્વયે સિંહ સદન ખાતે તૈયારીઓ હાથ ધરી છે. આ ઉપરાંત હેલીપેડ ગ્રાઉન્ડ, ઉતારા, સુરક્ષા બંદોબસ્ત સંદર્ભે પોલીસ વિભાગ અને વહીવટી તત્રં દ્રારા વિવિધ વિભાગોના પ્રોટોકોલ અને તૈયારીઓ હાથ ધરી છે.
સાસણગીર સંભવત ૭ ઓકટોબર મંગળવારથી ખુલ્લ ુ મૂકવામાં આવે તેવી ગતિવિધિ ચાલી રહી છે. જોકે વન વિભાગ દ્રારા હજુ કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. પરંતુ રાષ્ટ્ર્રપતિના ૧૦,૧૧ ઓકટોબર બે દિવસની મુલાકાત પૂર્વે સાસણગીર ખુલ્લ ુ થઈ જશે અને આગામી દિવસોમાં તેની વિધિવત જાહેરાત પણ કરવામાં આવશે. અત્રે એ પણ નોંધનીય છે કે આ વખતે વેકેશન પિરિયડના કારણે દિવાળીના તહેવારના ચાર દિવસ પૂર્વે જ સિંહ સદન ખુલ્લ ું મુકનાર હતું. પરંતુ રાષ્ટ્ર્રપતિના આગમન અને મુલાકાત અન્વયે અઠવાડિયા પહેલા જ સાસણગીર ખુલ્લ ું મૂકવાના કારણે  વર્ષેા જૂની પદ્ધતિમાં પણ બદલાવ આવશે. જોકે રાષ્ટ્ર્રપતિના આગમન પૂર્વે જરી સુરક્ષા અને પ્રોટોકોલ અનિવાર્ય હોવાથી સંભવત સાસણગીર વહેલું તો ખુલ્લ ુ મુકાશે પરંતુ સંભવત બંદોબસ્ત ના કારણે રાષ્ટ્ર્રપતિના પ્રવાસ બાદ જ પ્રવાસીઓને એન્ટ્રી મળશે તેવી પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે. હાલ તો આગામી સાહમાં રાષ્ટ્ર્રપતિ ના સોરઠના કાર્યક્રમને લઈ તત્રં દ્રારા તૈયારીઓનો ધમધમાટ થઈ રહ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News