પોરબંદરના રાણાવાવમાં સરકારી ગૌચરની જમીન ઉપર ઘણા લાંબા સમયથી થયેલ દબાણ ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતુ અને એક કરોડ એંશી લાખની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.પોરબંદર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે રાણાવાવ ગામના સરકારી ગૌચરની જમીનમાં ખુંટી દેવાભાઇ અરજણભાઇ વગેરે ઉપરાંત વિજયભાઇ હરદાસભાઇ ઓડેદરા તથા દિલીપભાઇ માલદેભાઇ સેલાર દ્વારા ૨૩૦૦૦-૦૦ ચો.મી.માં અનઅધિકૃત દબાણ કરવામાં આવેલ હતુ.આ દબાણ દુર કરવા વારંવાર નોટિસ આપવામાં આવી હોવા છતાં તેને ગણકારવામાં આવી ન હતી.
પોરબંદર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની સુચનાથી રાણાવાવના મામલતદાર,પી.જી.વી.સી.એલ. ટીમ જે.સી.બી. લઈને દબાણ દુર કરવા પહોંચી હતી અને પોલીસનો બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો.
પ્રતિ વિધાના બાર લાખ રૂપિયા લેખે કુલ ૧૫ વિઘાના રૂ.૧ કરોડ ૮૦ લાખ ની સરકારી ગૌચરની જગ્યા ખુલ્લી કરવામાં આવેલ છે. એટલું જ નહીં પરંતુ તંત્રના અધિકારીઓએ સુચના આપી છે કે,સ્વેચ્છાએ દબાણ દુર કરવામાં નહી આવે તો વધુ કડક પગલાં ભરવા પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application17 વર્ષની સગીર મોડેલને જ્યુસ પીવડાવી બેભાન કરી રીબડાના શખસે દુષ્કર્મ આચર્યું
May 03, 2025 03:48 PMહું પણુ મટે તેનું નામ જ મુક્તિ - મોરારીબાપુ
May 03, 2025 03:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech