BREAKING NEWS

વડાપ્રધાન મોદી કાલથી ગુજરાતમાં, સોમનાથ અને રાજકોટના કાર્યક્રમનું જાણો મિનિટ ટુ મિનિટનું શેડ્યુલ

  • January 09, 2026 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પ્રવાસની શરૂઆત સોમનાથથી કરશે. સોમનાથ મંદિરને પહેલા કરતાં વધુ ભવ્ય દેખાવ આપવામાં આવ્યો છે. વિનાશથી પુર્નત્થાન સુધીની ૧૦૦૦ વર્ષની આ યાત્રાને યાદ કરવા માટે ૮ થી ૧૧ જાન્યુઆરી દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ૧૧ જાન્યુઆરીના રોજ યોજાનાર સમારોહમાં હાજરી આપશે. ૨૦૨૬નું વર્ષ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે મંદિરના આધુનિક પુન:સ્થાપનની ૭૫મી વર્ષગાંઠ છે. 


વડાપ્રધાન સોમનાથ રાત્રી રોકાણ કરશે

૧૯૫૧માં તેનું આધુનિક અભિષેક સરદાર વલ્લ ભભાઈ પટેલના પ્રયાસોનું પરિણામ હતું.જેના ભાગપે તારીખ ૧૦મીએ વડાપ્રધાન સોમનાથ રાત્રી રોકાણ કરશે અને ૧૧મીની સવારે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ગીર સોમનાથ તત્રં દ્રારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે  સોમનાથ મંદિર ખાતે સ્વાભિમાન પર્વની ઉજવણી કરાશે. જેમાં ૧૦૮ અશ્વો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્વાભિમાન યાત્રા પણ યોજાશે.


ઈતિહાસમાં પહેલીવાર ૨ કિમી લાંબો ભવ્ય રોડ શો યોજાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગળ અને પાછળ અશ્વો રહેશે. સોમનાથના ઈતિહાસમાં પહેલીવાર ૨ કિમી લાંબો ભવ્ય રોડ શો યોજાશે. શંખ સર્કલથી સદભાવના ગ્રાઉન્ડ સુધી સ્વાભિમાન યાત્રા યોજાશે. સ્વાભિમાન યાત્રાનું સમાપન સદભાવના ગ્રાઉન્ડ ખાતે થશે. સદભાવના ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેરસભાને સંબોધન કરશે.


વિકાસકામોની સમીક્ષા બેઠક પણ યોજશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી તા.૧૦, ૧૧ અને ૧૨ જાન્યુઆરીએ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ રાજકોટ અને અમદાવાદમાં વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે તેમજ વિકાસકામોની સમીક્ષા બેઠક પણ યોજશે. વડાપ્રધાનની મુલાકાતને લઈને રાય સરકાર અને વહીવટી તત્રં દ્રારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે.


રાજકોટ પહોંચશે ત્યારે શહેરમાં ભવ્ય સ્વાગત કરાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં તા. ૧૧ અને ૧૨ જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદઘાટન કરશે. આ કોન્ફરન્સમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, નીતિનિર્માતાઓ અને રોકાણકારો ભાગ લેશે. વડાપ્રધાન રાજકોટ પહોંચશે ત્યારે શહેરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા અને વ્યવસ્થાને લઈ પોલીસ તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે.


અમદાવાદમાં પતગં મહોત્સવને ખુલ્લો મુકશે

તાજેતરમાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં વડાપ્રધાનની મુલાકાત અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ રાય સરકારના પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં યોજાનારી રિજનલ વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદી સાથે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ પણ હાજરી આપશે. આથી કોન્ફરન્સને આંતરરાષ્ટ્ર્રીય સ્તરે વિશેષ મહત્વ પ્રા થયું છે.
વડાપ્રધાન પોતાના પ્રવાસના બીજા દિવસે અમદાવાદ પહોંચશે, યાં તેઓ સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત આંતરરાષ્ટ્ર્રીય પતગં મહોત્સવનું ઉધ્ઘાટન કરશે. આ ઉપરાંત વડાપ્રધાન સાબરમતી આશ્રમની મુલાકાત લઈ ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. તા બાર્બી એ જર્મન ચાન્સેલરની ઉપસ્થિતિમાં પતગં મહોત્સવને ખુલ્લો મુકશે. આ પતગં મહોત્સવમાં ભારતના ૧૩ રાજ્યમાંથી ૬૫ અને ગુજરાતના ૧૬ જિલ્લામાંથી ૮૭૧ પતંગબાજો ભાગ લેશે. 


ગુજરાતમાં ઉતરાયણ એટલે મકરસંક્રાત ના તહેવારની આગનું મહત્વ રહેલું છે આંતરરાષ્ટ્ર્રીય ફલક પર આ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે તારીખ ૧૨ થી ૧૪ જાન્યુઆરીમાં યોજાનાર આંતરરાષ્ટ્ર્રીય પતગં મહોત્સવ ૨૦૨૬ ના મુખ્ય આકર્ષણ કેન્દ્રમાં વિવિધ પ્રકારની મોટી પતંગો અમદાવાદના આકાશમાં ઉડતી જોવા મળશે


વડાપ્રધાનનો ત્રણ દિવસનો મિનિટ ટુ મિનિટનો સંપૂર્ણ કાર્યક્રમ

૧૦ જાન્યુઆરી

૪–૨૫ રાજકોટ એરપોર્ટ

૫–૩૫ સોમનાથ હેલિપેડ

૫–૪૫ સોમનાથ સર્કિટ હાઉસ (રાત્રિવાસ)


૧૧ જાન્યુઆરી

૯–૪૫  સોમનાથમાં દર્શન અને પૂજા

૧૦–૨૫ શોભા યાત્રા (રોડ શો)

૧૧–૦૦ સભાને સંબોધન

૧૨–૧૦ સોમનાથ હેલિપેડથી રાજકોટ રવાના

૧–૩૦ રાજકોટ મારવાડી યુનિ.માં કાર્યક્રમ

૩–૫૫ રાજકોટ હેલિપેડથી અમદાવાદ રવાના

૫–૦૦ સાબરમતી આશ્રમની મુલાકાત

૬–૩૦ ગાંધીનગર રાજભવન (રાત્રિવાસ)


૧૨ જાન્યુઆરી

૮–૨૫ અમદાવાદ સાબરમતી આશ્રમ

૯–૦૦ સાબરમતી રિવરફ્રન્ટ

૯–૪૦ જૂની હાઇકોર્ટ મેટ્રો સ્ટેશનથી મહાત્મા મંદિર સુધી મુસાફરી.

૧૦–૫૫ મહાત્મા મંદિર કાર્યક્રમ

૧૧–૦૦ ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીના ચાન્સેલર સાથે મુલાકાત

૨–૩૦ અમદાવાદ એરપોર્ટથી દિલ્હી રવાન



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application