રાજકોટ મધ્યસ્થ જેલમાં બંદીવાન હત્યા કેસના કાચા કામના આરોપીને બીમારી સબબ રાજકોટ બાદમાં વધુ સારવાર માટે અમદાવાદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આ કેદીનું મોત થયું હતું. જે અંગે પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ મધ્યસ્થ જેલમાં બંદીવાન જસદણના વતની કેદી બળદેવ લખમણભાઇ મેવાસીયા (ઉ.વ 35) ની તબિયત લથડતા તેને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં વધુ સારવાર માટે અમદાવાદની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન કેદીનું તા. 5/10 ના બપોરના મોત થયું હતું. જે અંગે જાણ કરવામાં આવતા પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
આ અંગે પીએસઆઇ એચ.આર. મોરીએ જણાવ્યું હતું કે, મધ્યસ્થ જેલમાં બંદીવાન બળદેવ મેવાસીયા કાચા કામનો કેદી હતો. હત્યા કેસમાં તે જેલમાં બંદીવાન હતો કેદીને અશક્તિની બીમારી હોય જેથી તેને પ્રથમ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ અંગે વધુ તપાસ એસીપી રાધિકા ભારાઇ ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application