BREAKING NEWS

જામનગર સહીત રાજયભરમાં જમીન-મિલકતોની માપણી ખાનગી સર્વેયરો કરી શકશે

  • December 11, 2025 05:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર સહીત રાજયભરમાં જમીન-મિલકતોની માપણી ખાનગી સર્વેયરો કરી શકશે. જો કે સર્વેયરોએ નિયમ મુજબ નોંધણી કરાવી લાયસન્સ મેળવી તાલીમ લેવી ફરજીયાત છે. આ માટે રાજયના મહેસૂલ વિભાગે ઠરાવ કર્યો છે. 


રાજય સરકારના મહેસૂલ વિભાગે તા.૪ ડીસેમ્બરના કરેલા ઠરાવ અનુસાર જામનગર સહીત રાજયભરમાં જમીન માપણીની કામગીરી ઝડપી બને તથા આ કામગીરી માટે નોંધણી પ્રમાણપત્ર ઇસ્યુ કરવા માટેની સતાઓ જિલ્લા કલેકટરને સુપ્રત કરવાની અને આ બાબતની કાર્યપઘ્ધતિ સુનિશ્ર્ચિત કરવાની બાબત વિચારણા હેઠળ હતી. જે અન્વયે રાજયમાં થતી જુદા-જુદા પ્રકારની જમીન-મીલકતની માપણીઓ પૈકી હદ માપણી, હિસ્સા માપણી, બીનખેતી માપણીના કેસ, સરદાર સરોવર નર્મદા નિગમ અંગેની જમીન સંપાદનની માપણીઓ ખાસ કિસ્સા તરીકે સરકરાી સર્વેયરની સાથે ટીમમાં કામગીરી, રાજય સરકાર અથવા સેટલમેન્ટ કમિશ્નર નકકી કરે તે પ્રકારની અન્ય માપણી કામગીરી ઓનલાઇન પઘ્ધતિથી કરવા માટે સરકારી સર્વેયરો ઉપરાંત ખાનગી સર્વેયરોની નોંધણી કલેકટર કક્ષાએથી કરવાનો ઠરાવ સરકાર દ્રારા કરવામાં આવ્યો છે.


 આ ખાનગી સર્વેયરોની નોંધણીનો સમયગાળો, રીન્યુઅલ પઘ્ધતિ, લાયસન્સ રદ કરવા અંગે, માપણી ફી વસૂલવા, માપણી કેસો ફાળવવા તથા રજીસ્ટરો નિભાવવા, ખાનગી સર્વેયરોની લાયકાત, ફી અને ડીપોઝીટ તથા તાલીમ બાબતે નકકી કરેલી જોગવાઇ અનુસરવાની રહેશે. 


જમીન-મિલકતની માપણી માટે ખાનગી સર્વેયરાએે લાયસન્સ લેવું ફરજીયા તછે. આ માટે નિયત લાયકાત ધરાવતા હોવા જોઇએ. જેમાં ડીપ્લોમા સીવીલ એન્જીનીયરની ડીગ્રી, સીવીલ એન્જીનીયરના સ્નાતકો, આઇટીઆઇ(સર્વેયર)નો કોર્સ કરેલા સર્વેયરો, જમીન દફતર ખાતામાં સર્વેયર સંવર્ગથી ઉતરતી ન હોય તેવી કોઇપણ જગ્યા પર ૧૦ વર્ષ કે તેથી વધુ સેવા બજાવી હોય તેવા નિવૃત કે જેઓ શારીરીક રીતે સશકત હોય અને જેઓની ઉંમર ૬૨ વર્ષથી વધુ ન હોય તેવા કર્મચારી અને અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ઉમેદવારો કોમ્પ્યુટરને લગતા સર્વે વિષયક પ્રોગામથી જાણકાર હોવા જરૂરી છે.

​​​​​​​સેટલમેન્ટ કમિશ્નર કે કલેકટર દ્રારા ઇસ્યુ કરાયેલા નોંધણી પ્રમાણપત્રની મુદત બે વર્ષની રહેશે. ત્યારપછી જો લાયસન્સ સર્વેયર પોતાનું લાયસન્સ રીન્યુ કરવા બાબતે અરજી કરે તો સેટલમેન્ટ કમિશ્નર કે કલેકટર વધુ બે વર્ષ માટે તમામ શરતોને આધીન રીન્યુ કરી શકશે. પસંદગી પામેલા સર્વેયરોએ નકકી કરેલી તાલીમ ફરજીયાત પણે અનુસરવાની રહેશે. ૨૧ દીવસની તાલીમ સંતોષકારક રીતે પૂર્ણ કરવાની રહેશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application